________________
* ૯ઃ નમિરાજને ગૃહત્યાગ મનુષ્યના સોળમા હિસ્સાનેય ન પહોંચે.૧ [૪૩-૪]
દેવેંદ્રઃ હે ક્ષત્રિય ! તારે તો સોનું, રૂપું, મણિ, મુક્તા, કાંસા વગેરેનાં વાસણ, વસ્ત્ર, વાહન અને ભંડારની વૃદ્ધિ કરવી જોઈએ. [૪૫-૬] . રાજર્ષિ નિમિઃ સોનારૂપાના કૈલાસ જેવા અસંખ્ય પર્વત પણ લોભી મનુષ્યને પૂરતા નથી. કારણકે, ઈચ્છા આકાશ જેવી અનંત છે. ધનધાન્ય૩ સમેત આખી પૃથ્વી કોઈ એક મનુષ્યને જ આપી દે, તો પણ તે તેને પૂરતી થાય નહિ. આમ જાણું, તપને જ આશરો લેવો યોગ્ય છે. [૪૯]
દેવેંદ્ર: હે રાજા! તું આવા અદ્ભુત ભેગને તજીને અસત વસ્તુની કામના કરે છે, તે નવાઈની વાત છે. તારી તે દુષ્કોમનાથી જ તારો નાશ થવાનો છે! [પ૦-૧]
રાજર્ષિ નમિ : આ બધા કામભોગ શલ્યરૂપ છે, વિષરૂપ છે, તથા ઝેરી સર્પ જેવા છે. એ કામભોગોની પાછળ પડેલા લોકો, તેમને પ્રાપ્ત કર્યા વિના જ દુર્ગતિને પામે છે. ક્રોધથી માણસ નીચે પડે છે; માનથી અધમ ગતિ પ્રાપ્ત કરે છે; માયાથી તેની સદ્ગતિને નાશ થાય છે, અને ભથી તેના બંને લોક બગડે છે. [પર-૪]
૧. લગભગ આ જ શબ્દોમાં આવા જ ભાવાર્થનો ધમ્મપદને લેક ૭૦ સરખાવે.
૨. આ જ ભાવાર્થના શ્લોક : મારસંયુત્ત ૨-૧૦-૬; દિવ્યાવદાન પા. ૨૨૪; વિષ્ણુપુરાણ: ૪–૧૦–૧૦.
૩. મૂળમાં : “શાળી, જવ (વગેરે ધાન્ય) અને સેનું. ઢોર ઢાંખર (વગેરે ધન) એમ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org