SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ઃ નમિરાજાનો ગૃહત્યાગ ૧ દેવેંદ્ર : હે ક્ષત્રિય ! તારે તે ઊંચા મહેલ, વર્ધમાનગૃહ અને જળમહેલ બંધાવવા જોઈએ. [૨૩-૪] રાજર્ષિ નમિ : જ્યાં પોતાને હંમેશ રહેવાનું નથી, એવા રસ્તામાં જે ઘર કરે છે, તે મૂર્ખ છે. માણસે તો પિતાને જ્યાં કાયમનું જવાનું છે, ત્યાં ઘર બનાવવું જોઈએ ! [૨૫-૬] દેવેંદ્ર : હે ક્ષત્રિય ! તારે તો ધાડપાડુ, લૂંટારુ, ખીસાકાતરુ અને ચેર વગેરેથી નગરનું રક્ષણ કરવું જોઈએ. [૨૮] રાજર્ષિ નમિ : લોકે ઘણુ વાર બેટી સજાએ જ કરે છે : ખરા અપરાધીઓ છૂટી જાય છે અને નિર્દોષ માર્યા જાય છે. [૨૯-૩૦] દેવેંદ્રઃ હે ક્ષત્રિય ! જે રાજાએ હજુ તને વશ નથી થયા, તેઓને તારે વશ કરવા જોઈએ. [૩૧-૨] રાજર્ષિ નામ : દુર્જય સંગ્રામમાં લાખો દ્ધાઓને જીતે, તેના કરતાં એકલો પિતાને જીતે, તો તે જય ઉત્તમ છે. પિતાની જાત સાથે જ લડવું જોઈએ. બહારનાઓ સાથે લડીને શું વળવાનું છે? પિતાના બળથી પિતાની જાતને ૧. વિશિષ્ટ આકૃતિમાં બાંધેલાં ઘરે. તે ઘર સર્વોત્તમ ગણાય છે. જુઓ વરાહમિહિર- બહત્સંહિતા : પ૩,૩૬. - ૨. મૂળ : બાલાગ્રપતિકા : સરોવરની મધ્યમાં બાંધેલો મહેલ. ૩. મૂળ : લોમહાર: “જેઓ સામાને મારી નાખીને તેનું - બધું લઈ લે, તેવા નિર્દચ લૂંટારાઓ.”ન્ટીકા ૪. લગભગ આ જ ભાવાર્થનો ધમ્મપદના ૧૦૩ ક જુઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005193
Book TitleMahavirswamino Antim Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy