________________
૧: વિનય - શિષ્યધર્મ અને જાહેરમાં તેમને વિરોધ અને નિંદા કર્યા કરે છે. [૨૭,૨૯,૪૧,૩૮,૨૯,૧૩,૧૭,૪૦]
બાહ્ય વિનય એ આંતરિક નમ્રતાનું લક્ષણ છે. તેથી સમજુ શિષ્ય બેસવા, ઊઠવા, બેલવા વગેરેમાં ગુરુ પ્રત્યે નમ્રતા અને આદર રાખે. જેમકે, તે ગુરુને પડખે, ગુરુની આગળ, પીઠ પાછળ, કે સાથળ ઉપર સાથળ ચડાવીને બેસે નહિ, પગ ઉપર પગ ચડાવીને કે ગોઠણ છાતી સરસા રાખીને કે પગ લાંબા કરીને બેસે નહિ; ગુરુ બોલાવે ત્યારે મૂંગે રહે નહિ કે બેસી રહે નહિ; ગુરુ જે પૂછે તેને જવાબ આપે; વગર પૂછે કાંઈ બેલે નહિ; તથા પૂછે ત્યારે બેટું બેલે નહિ કે ગુસ્સે થઈ જાય નહિ; પિતાને કાંઈ પૂછવું હોય ત્યારે પણ આસન ઉપર બેઠે બેઠે કે પથારીમાં સૂતો સૂતો પૂછે નહિ, પરંતુ ગુરુ સામે હાથ જોડી ઊભો રહીને પૂછે. આવો વિનયયુક્ત તથા ગુરુની કૃપા અને અજ્ઞાને વાંછુક શિષ્ય ગુરુને પિતાની મુશ્કેલી વિષે કાંઈ પૂછે છે, ત્યારે આચાર્ય પણ ખુશીથી તેને પોતે જેવું પોતાના ગુરુઓ પાસેથી સાંભળ્યું હોય છે, તેવું કહી સંભળાવે છે. [૧૪,૧૮-૨૩]
સમજુ શિષ્ય આહારવિહારની બાબતમાં નિયમિત બનવું. ઉચિત સમયે બહાર નીકળવું અને ઉચિત સમયે પાછા ફરવું. ટૂંકમાં, અયોગ્ય સમય છોડીને, જે સમયે જે કરવાનું હોય, તે સમયે તે કરવું. [૩૧]
ભિક્ષાની બાબતમાં સંયમધર્મને આવશ્યક એવા ૧. સરખાવો “દશવૈકાલિક” ૮-૪૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org