________________
મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ પાપકર્મનો ત્યાગ કરતા રહેવું. ઉત્તમ શિષ્યને કદી પ્રેરણું કરવી પડતી નથી; અને કરવી પડે છે તો તે સહેલાઈથી તથા જલદી કરી શકાય છે. એક વાર તેને કહ્યું એટલે તે પ્રમાણે તે બધું હંમેશાં સારી રીતે કરે છે. કેળવાયેલા ઘેડાને ખેલાવવામાં જેમ સવારને આનંદ આવે છે, તેમ ગુરુને પણ તેવા ચતુર શિષ્યને દોરવામાં આનંદ આવે છે. [૧૨,૪૪,૩૭] - પોતાને કાંઈ દોષ થાય અને ગુરુ તે માટે હળવેથી કે કઠેરતાથી કાંઈ શિખામણ આપે, તે શિષ્ય તેને લાભદાયક સમજી, પ્રયત્નપૂર્વક શબ્દશઃ સ્વીકારવી. સમજુ અને નિર્ભય શિષ્ય હિતશિક્ષા આપનાર ગુરુને પિતાનો હિતેચ્છુ માને છે; અને સમજે છે કે, “ગુરુ અને પિતાના ભાઈ, પુત્ર કે સ્વજન જે ગણે છે, તેથી જ આમ (ગુસ્સે થઈને) કહે છે. તેથી ઊલટું, કુશિષ્ય હિતશિક્ષા આપનાર ગુરુને પિતાને વેરી માને છે; તથા ગુરુ અને ગુલામ ગણું માત્ર વહ્યા કરે છે કે મારકૂટ કર્યા કરે છે,’ એમ સમજે છે. તેને ગુરુની શિખામણ દેવાની પદ્ધતિ, તથા દુષ્કતની ટેકણ વગેરે બધું કડવું અને અરુચિકર લાગે છે. ગુરુનું કહેલું સાંભળવાને બદલે તે અસભ્ય રીતે તેમની સામે થઈ જાય છે. કુશીલ શિષ્ય શાંત સ્વભાવના આચાર્યને પણ આકળા બનાવી દે છે. ગુરુને પણ તેવા શિષ્યને દોરવામાં, અપસેટેલા ઘોડા ઉપર બેઠેલા સવારની જેમ, આનંદ, આવતો નથી. તેવા દુષ્ટ શિષ્ય આચાર્યની વિરુદ્ધ અનેક ઉપદ્રવો કર્યા કરે છે, તેમના ઉપર કાબૂ મેળવવા તેમનાં દૂષણ શોધ્યા કરે છે; તથા વાણી અને કર્મથી, એકાંતમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org