________________
મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ
ટિપ્પણે ટિપ્પણ ન. ૧. મેહનીય વગેરે કર્મોની જે અસંખ્ય વર્ષની જુદી જુદી સ્થિતિમર્યાદા ગણાવી છે, તેની પાછળ શો મુદ્દો રહ્યો છે તે સમજવા માટે, શ્રીમદ્ રાજચંદ્રનું નીચેનું અવતરણ મદદરૂપ થશે. “ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ એક જીવને મેહનીય કર્મનું બંધન થાય, તે સિત્તર કોડાકેડી સાગરોપમનું થાય, એમ જિને કહ્યું છે. તેને હેતુ સ્પષ્ટ છે કે, જે અનંતકાળનું બંધન થતું હોય, તો પછી જીવને મેક્ષ ન થાય . . . . તે તે કર્મોની સ્થિતિ ગમે તેટલી વિટ બનારૂપ છતાં, અનંત દુઃખ અને ભવનો હેતુ છતાં પણ, જેમાં જીવ તેથી નિવૃત્ત થાય એટલે, અમુક પ્રકાર બાધ કરતાં, સાવ અવકાશ છે. આ પ્રકાર જિને ઘણે સૂમપણે કહ્યો છે; તે વિચારવા યોગ્ય છે, જેમાં જીવને મોક્ષને અવકાશ કહી કર્મબંધ કહ્યો છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org