________________
૩૩: કર્મવિચાર
૨૩૧ સાથે સર્વ કર્મ સર્વ પ્રકારે બાંધે છે. [૧૮] એટલે કે ઊંચે, નીચે, તીર છે એમ બધી દિશામાં રહેલા આત્મપ્રદેશ વડે કર્મસ્કંધે ગ્રહણ થાય છે; કોઈ એક જ દિશામાં રહેલા આત્મપ્રદેશ વડે નહિ. જીવોને માનસિક, વાચિક અને કાયિક યોગ– વ્યાપાર–એકસરખો ન હોવાથી તેના તરતમભાવ પ્રમાણે પ્રદેશબંધમાં પણ તરતમભાવ આવે છે. જીવપ્રદેશના ક્ષેત્રમાં જ રહેલા કર્મસ્કંધ બંધાય છે; તેની બહારના ક્ષેત્રમાં રહેલા નહિ. અને પ્રત્યેક કર્મના અનંત કંધે બધાય આત્મપ્રદેશમાં બંધાય છે; છેડા ઘણામાં નહિ. બંધ પામતા તે દરેક કર્મકંધ અનંતાનંત પરમાણુના બનેલા હોય છે. - જીવ એક સમયે મુક્ત જીવોના અનંત ભાગ જેટલા અનંત કર્માણુઓના ઔધે ભોગવી નાખે છે. પરંતુ તે સ્કોના છૂટા પરમાણુઓ ગણીએ તો, સર્વે જીવો કરતાં તેમની સંખ્યા વધુ થાય. [૨૪]
આમ, કર્મોને જુદે જુદે સ્વભાવ, સ્થિતિ, ફળ દેવાની શક્તિ વગેરે સમજીને બુદ્ધિમાન મનુષ્ય તેમને બંધાતાં રોકવામાં અને બંધાયેલાને દૂર કરવામાં યત્નવાન થાય. [૨૫]
૧. એટલે કે આઠે કર્મ. સામાન્ય નિયમ એ છે કે, આયુષ કર્મ છોડી (જુઓ પા. ૧૮૨) સાતે કર્મનો બંધ એકસાથે થાય છે. જુદાં જુદાં કર્મો બંધાવાનાં જુદાં જુદાં કારણે ગણુંવાય છે; તે પણું મુખ્યપણાની અપેક્ષાએ જ સમજવું. બાકી તે અમુક કર્મપ્રકૃતિજનક પાપ વખતે બીજી કર્મપ્રકૃતિઓ પણ બંધાય છે જ.
- ૨. અહીં થી ફકરાના અંત સુધીનો ભાગ અન્ય ગ્રંથમાંથી લીધેલું વિવરણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org