SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ ૩. વેદનીય : તેના બે પ્રકાર છે. જેનાથી પ્રાણીને સુખને અનુભવ થાય તે “સાતવેદનીય'; અને જેનાથી દુઃખને અનુભવ થાય, તે “અસાતવેદનીય. [૭] ૪. મેહનીય : તેના બે પ્રકાર છે, દર્શનમેહનીય અને ચારિત્રહનીય.૨ [૮-૧૧] ૫. આયુષ : જેના ઉદયથી દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરકગતિનું જીવન ગાળવું પડે, તે આયુષ કર્મ તે જ ક્રમથી. ચાર પ્રકારનું છે. [૧] ૬. નામકર્મ એટલે કે ગતિ, શરીર, આકૃતિ, વર્ણ, વગેરે નક્કી કરનારું કર્મ. તેના બે પ્રકાર છે : શુભ અને અશુભ. તે દરેકના પાછા અનેક પ્રકાર છે. [૧] ૧. અનુકંપા, દાન, સરાગી અવસ્થાને સંયમ, સંચમાસંયમ, પરાણે કરેલા ભોગત્યાગ, યથાર્થ જ્ઞાન વિનાનું તપ, શાંતિ, શૌચ ગેરેથી સાતવેદનીય કર્મ બંધાય છે; અને દુ:ખ, શેક, તાપ, આક્રંદન, વધ, પરિદેવન તથા તાડન, તર્જન વગેરે પોતામાં કે બીજામાં ઉત્પન્ન કરવાથી અસાતવેદનીય કર્મ બંધાય છે. - ૨. તે દરેકના પ્રકાર વગેરે વિવરણ માટે જુઓ પા. ૪૬, ટિ. ન. ૨. ૩. આરંભ-પરિગ્રહમાં તીવ્ર સતત પ્રવૃત્તિ, અને ભેગાસક્તિ એ નરઆયુષ૦નાં કારણ છે; માયા એ તિય"ચ૦નું; આરંભ–પરિગ્રહની વૃત્તિને ઘટાડે, મૃદુતા, સરળતા એ મનુષ્યનાં અને સરાગસંયમ, વગેરે ઉપર જણાવેલ સાતવેદનીય કર્મના હેતુઓ એ દેવઆયુષ કર્મનાં કારણ છે. - ૪. મન, વચન અને કાયાની કુટિલતા તથા બીજા પાસે અન્યથા પ્રવૃત્તિ કરાવવી વગેરે અશુભ નામકર્માના હેતુઓ છે; અને તેમનાથી ઊલટું કરવું એ શુભ નામકર્મના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005193
Book TitleMahavirswamino Antim Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy