________________
૩૩૪ કર્મવિચાર
૨૨૯ ૭. ગોત્રકર્મ : તેને બે પ્રકાર છે. પ્રતિષ્ઠા પમાય એવા કુળમાં જન્મ અપાવનાર તે ઉચ્ચ ગોત્રકર્મ; અને શક્તિ છતાં પ્રતિષ્ઠા ન પમાય તેવા કુળમાં જન્માવનાર તે નીચ ગાત્રકમ ૧ [૧૪]
૮, અંતરાયકર્મ : તેના પાંચ પ્રકાર છે : કંઈ પણ દેવામાં, લેવામાં, એક વાર ભોગવવામાં, વારંવાર ભોગવવામાં અને સામર્થ્ય ફેરવવામાં અંતરાય ઊભા કરે, તે અનુક્રમે દાનાંતરાય. લાભાંતરાય, ભેગાંતરાય, ઉપભોગાંતરાય અને વર્યાતરાય કર્મ કહેવાય છે. [૧૫] ( આ પ્રમાણે કર્મને આઠ સ્વભાવો વર્ણવી બતાવ્યા. તમના વડે બંધાઈને જીવ આ સંસારમાં રખડે છે. હવે ન આડેની કાલમર્યાદા વર્ણવવામાં આવે છે.
જ્ઞાનાવરણય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય કર્મની વધુમાં વધુ સ્થિતિ ત્રીસ સાગરોપમ વર્ષ જેટલી છે; મોહનીયની સિત્તેર કોટી કોટી સાગરોપમ વર્ષની છે; આયુષ કર્મની ૩૩ સાગરોપમ વર્ષની છે; તથા નામ અને ત્ર કર્મની વીસ કોટી કોટી સાગરોપમ વર્ષની છે. નામ
૧. પરનિંદા, આત્મપ્રશંસા, બીજાના સદ્દગુણનું આચ્છાદન, અને પિતામાં ન હોય એવા ગુણાનું ઉભાવન-એ નીચત્રકર્મના હેતુઓ છે; અને તેમનાથી ઊલટું કરવું એ ઉચ્ચ ગોત્રકર્મના.
૨. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. 1, પા. ૨૩૨. . ૩. સાગર વર્ષની ગણતરી માટે જુઓ પા. ૨૪૩, ૦િ ૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org