________________
૨૧૮ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ
સમાધિની કામનાવાળા તપસ્વી ભિક્ષુએ દોષરહિત અને પ્રમાણસર આહાર ઈચ્છવો; તત્ત્વજ્ઞાનમાં પહોંચવાળો સાથી શોધવો; અને એકાંત રહેઠાણ મેળવવું. પિતાનાથી ગુણમાં અધિક કે સમાન એવો નિપુણ સાથી ન મળે, તો પિતે એકલા જ નિષ્પા૫પણે અને ઇંદ્રિયસુખમાં અનાસક્તપણે વિચરવું. [૪-૫]
જેમ બગલી ઈંડામાંથી પેદા થાય છે; અને ઈડું બગલીમાંથી પેદા થાય છે, તેમ મેહનું ઉત્પત્તિસ્થાન તૃષ્ણ છે, અને તૃષ્ણાનું ઉત્પત્તિસ્થાન મેહ છે. રાગ અને દ્વેષ એ કર્મનાં બીજ છે; અને તેનું ઉત્પત્તિસ્થાન મેહ છે. કર્મ જ જન્મમરણનું મૂળ છે; અને જન્મમરણ એ જ દુઃખ છે. જેને મેહ નથી, તેનું દુઃખ ગયું; જેને તૃણું નથી, તેનો મેહ ગયો; જેનામાં લોભ નથી, તેની તૃષ્ણ ગઈ; અને જેને લોભ નથી, તેને કાંઈ નથી. [૬-૮].
એ રાગ, દ્વેષ અને મોહને નિર્મૂળ કરવાના ઉપાયો આ પ્રમાણે છે :
૧. દૂધ, દહીં વગેરે દીપ્તિકર રસો યથેચ્છ ન સેવવા; કેમકે, જેમ સ્વાદુ ફળવાળા વૃક્ષ તરફ પક્ષીઓ ટોળાબંધ
૧. “જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપી”.-ટીકા. ૨. મૂળ, “નિપુણુર્થ. “–જવાદિ ત.-રીકા.
૩. જેને કાંઈ નથી તેને લોભ નથી” – એવો અર્થ પણ લેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org