________________
૩૨ : પ્રમાદિસ્થાનો
૨૧૯ દેડી આવે છે, તેમ દીપ્તી મનુષ્ય તરફ કામવાસનાઓ દોડી આવે છે. જેમ બહુ કાષ્ટવાળા વનમાં પવન સહિત, સળગેલે દાવાગ્નિ શાંત થતો નથી, તેમ યથેચ્છ આહાર કરનાર બ્રહ્મચારીનો ઈકિયાગ્નિ શાંત થતો નથી. અતિ આહાર કેઈને હિતકર નથી. એકાંતમાં રહેનારા, ઓછું ખાનારા, અને ઈકિયેનું દમન કરનારા પુરુષોને જ રાગરૂપી શત્રુ નથી નમાવી શકતો; પરંતુ ઔષધોથી વ્યાધિની પેઠે જાતે હારી જાય છે. [૮-૧૨]
૨. બિલાડીના રહેઠાણ પાસે ઉંદરોએ રહેવું એ જેમ ડહાપણ ભરેલું નથી, તેમ સ્ત્રીઓવાળા મકાનમાં બ્રહ્મચારીએ રહેવું સલામતી ભરેલું નથી.
બ્રહ્મચારીએ સ્ત્રીઓનાં રૂપ, લાવણ્ય, વિલાસ, હાસ્ય, મંજુલ વચન, અંગમરેડ અને કટાક્ષ વગેરેનું મનમાં ચિંતન ન કરવું; તેમનું કીર્તન ન કરવું; તેમની અભિલાષા ન કરવી; તેમજ તેમને રાગપૂર્વક નીરખવાં નહીં. સદા બ્રહ્મચર્યમાં રત રહેવા ઈચ્છતા પુરુષોને એ નિયમ હિતકર છે તથા ઉત્તમ ધ્યાન પ્રાપ્ત કરવામાં મદદરૂપ છે. '
ભલેને, મન, વાણી અને કાયાનું બરાબર રક્ષણ કરતા હાય, તથા સ્વરૂપવાન અને અલંકૃત દેવીએ પણ જેમને
ભ પમાડવાને શક્તિમાન ન હોય; પરંતુ તેવા મુનિઓએ પણ, અત્યંત હિતકર જાણી, સ્ત્રી વગેરેથી રહિત એવો એકાંતવાસ જ સ્વીકારે. સંસારથી ડરી, ધર્મમાર્ગમાં
૧. ધાતુ-અલ-વીર્યાદિ યુક્ત –ટીકા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org