________________
૨૧૬ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ નિંદા કરે; તેમની સેવાચાકરી ન કરે; વારંવાર કલહ ઊભા કરી તીર્થનો ભેદ કરે; દેષ જાણવા છતાં વશીકરણાદિ કરે; કામગ ત્યાગવા છતાં વિષની પ્રાર્થના કરે; તે બહુકૃત; તપસી; કુમાર; કે બ્રહ્મચારી ન હોવા છતાં, “છું” એમ કહે; માણસવાળા ઘરને સળગાવે; પોતે કરેલું અકાય બીજાને ઓઢાડે; માયાથી લોકોને છેતરે, સત્ય બોલનારને અસત્ય બોલનાર કહી ખેટે પાડે; નિરંતર કલહ ર્યા કરે, લોકોને માર્ગમાં લઈ જઈ લૂંટી લે; અન્યને વિશ્વાસ ઉપજાવી તેની સ્ત્રી પ્રત્યે ગમન કરે; જેનાથી ઐશ્વર્ય પામ્યા હોય તેનું જ ધન હરે કે તેના જ ભેગાદિકમાં અંતરાય કરે; સેનાપતિ, ઉપાધ્યાય, રાજા, શ્રેષ્ઠી વગેરેને હશે; દેવાદિ ન જોયા છતાં જોયાનું કહે દેવને વિષયાસક્ત કહી નિ દે.
ટિપ્પણ . ૮. ૩૨ યોગો: ગુરુ પાસે દેષનું નિવેદન કરવું; કેઈ એ કરેલું નિવેદન બીજાને કહી ન દેવું; આપત્તિમાં પણ ધર્મમાં દઢ રહેવું; ફળની વાંછા વિના તપ કરવું, મળેલી શિક્ષા આચરવી; અને નવી ગ્રહણ કરવી; શરીરાદિની મમતાનો ત્યાગ કર; તપ ગુપ્ત રાખવું; લોભ ત્યાગવો; પરિષહ-ઉપસર્ગ (મુશ્કેલીઓ-વિધ્રો) જીતવા ચિત્ત સરળ રાખવું; સંયમ વિશુદ્ધપણે પાળ; સંમતિ શ્રદ્ધા-રુચિ) નિર્મળ રાખવું; ચિત્તની એકાગ્રતા-સમાધિ સાચવવાં; આચાર કપટરહિત રાખવા; વિનયી થવું; સંતોષ–ધૃતિ રાખવાં; વૈરાગ્યભાવના કેળવવી; માયારહિત થવું; શુદ્ધ કરણમાં સાવધાન થવું; સંવર આદરવો (પાપ રિકવાં); પોતાના દોષ ટાળવા; સર્વ વિષયથી વિરક્ત રહેવું; મૂળ ગુણથી પાંચ મહાવ્રતો પાળવા; ઉત્તરગુણથી મહાવ્રત પાળવાં (જુઓ પા. ૧૫૧ ન. ૨); ઉત્સાહપૂર્વક આસન-ધ્યાન-કાયોત્સર્ગ કરવાં; પ્રમાદરહિતપણે વર્તવું; આત્મચારિત્રમાં સૂક્ષ્મતાથી સાવધાન રહેવું; ધ્યાન એકાગ્રતાપૂર્વક કરવું; મરણાંત દુઃખથી ભય ન પામ; સ્ત્રીઆદિકના સંગનો ત્યાગ કરવે; પ્રાયશ્ચિત્ત કરવું, મરણકાળે આરાધના કરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org