________________
૩૧ : ચારિત્રવિધિ
૨૧૫
રાજપિંડ લેવો; ખરીદેલો પિંડ લેવા; ઉધારે આણેલો લે; સામે આણુને આપેલો લેવો; ઝુંટવી આણેલો લેવો; નિયમથી ત્યાગેલી વસ્તુ ખાવી; છ મહિનામાં વગર કારણે ગ૭ બદલો; એક માસમાં ત્રણ વાર નાભિપ્રમાણુ પાણીવાળી નદી વગેરે ઓળંગવાં; જાણી જોઈને પૃથ્વી આદિ જીવ હણવા જૂઠું બોલવું; ન આપેલી ચીજ લેવી; વ્યવધાન વિનાની સજીવ પૃથ્વી ઉપર બેસવું સૂવું; સચિત્ત રજકણ વગેરે વડે વ્યાપ્ત પૃથ્વી, શિલા વગેરે ઉપર સ્થાનાદિ કરવાં; જીવજંતુ, લીલ, ફૂગ, વગેરે વાળા આસનાદિ ઉપર બેસવું ઇ ; જાણ જોઈને કંદમૂળાદિ ખાવાં; એક વર્ષ માં દશ વાર નદી વગેરે ઊતરવાં; અને જાણી જોઈને સચિત્ત પાણી વગેરેથી વ્યાપ્ત હાથ વગેરેથી આહા૨ ગ્રહણ કરો.
ટિ૫ણ નં. ૫. સાધુના ર૭ ગુણ : પાંચ મહાવ્રતે; રાત્રીભેજનત્યાગ; પાંચ ઈદ્રિયોને નિરોધ; ભાવસત્ય [ જુઓ પાન ૧૮૮, (૫૦ તથા ૫૧)]; કરણસત્ય; ક્ષમા; વિરાગતા; મન, વચન અને કાયાના એમ ત્રણ નિરોધ છે જીવવની રક્ષા એ છે; સંચમગની રક્ષા; પરિષહો (મુશ્કેલીઓ) સહન કરવા; ઉપસર્ગો (વિડ્યો) સહન કરવા.
ટિ૫ણ ન. : ૨૯ પાપશાસ્ત્રો : દિવ્ય, ઉત્પાત, અંતરિક્ષ, ભૌમ, આંગ, સ્વર, લક્ષણ અને વ્યંજન એ આઠ નિમિત્તશાસ્ત્રો અને તે દરેકના સૂત્ર, વૃત્તિ અને વાર્નાિકરૂપે ત્રણ ભેદ ગણતાં ૨૪ થાય; તેમાં ગાંધર્વ, નાટ્ય, વાસ્તુ, ધનુર્વેદ અને આયુર્વેદ ઉમેરતાં ૨૯ ભેદ થયા.
ટિ૫ણ ન. ૭. મેહનાં ૩૦ થાન : ત્રસજાને પાણીમાં બળીને, શ્વાસ રૂંધીને, વાધરી વગેરે વડે બાંધીને, મુલ્ગર વગેરે વડે મસ્તકમાં પ્રહાર કરીને હણે; ઘણા લોકોને નાયકને હણે; બીમાર વગેરેનું છતી શક્તિએ ઔષઘાદિક ન કરે; ભિક્ષા માટે આવેલા સાધુને વિધમી હોવાથી હણે; ખોટી દલીલોથી પિતાને કે બીજાને ચારિત્રધર્મથી ભ્રષ્ટ કરે; જિનેશ્વરની નિંદા કરે; આચાર્યાદિકની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org