________________
૩૧: ચારિત્રવિધિ
ર૧૪ ર૯-૩૦. પાપશાસ્ત્ર ૨૯ છે; અને મેહનાં સ્થાને ૩૦ છે. [૧૯]
૩૧-૩. સિદ્ધોના અતિશયવાળા ગુણે ૩૧ છે; શરીર મન અને વાણીના શુભ વ્યાપારે રૂપ યોગો ૩ર છે; અને ગુરુ વગેરેની આમન્યાભંગના પ્રકારે ૩૩ છે. [૨૦].
આ બધી બાબતોમાં જે ભિક્ષુ હંમેશ યત્નવાન રહે છેઃ જાણવા ગ્યને જાણે છે, સ્વીકારવા યોગ્યને સ્વીકારે છે, અને ત્યાગવા ગ્યને ત્યાગે છે; તે પંડિત, સર્વ સંસારમાંથી શીધ્ર મુક્ત થાય છે, એમ હું કહું છું. [૨૧]
ટિપ્પણે ટિ૫ણ ન. ૧. પરમ અધાર્મિક દેવો એ, દેવાના ચાર વર્ગોમાંથી (જુઓ પા. ૨૬૧, ટિ. ન. ૩) ભવનપતિ દેવોમાંના અસુરકુમારવર્ગના દેવાની એક જાતિ છે. નરકની સાત ભૂમિઓમાંથી પહેલી ત્રણ સુધીમાં તેઓ હોય છે. તેઓ સ્વભાવે એટલા નિર્દય અને કુતૂહલી હોય છે કે, તેમને બીજાઓને સતાવવામાં જ આનંદ મળે છે. તેથી તેઓ નારને અનેક રીતે દુઃખ આપ્યા કરે છે.
૧. સાધુને ભણવાં નિષિદ્ધ એવાં નિમિત્ત, જ્યોતિષ, નાટય, ધનુર્વેદ વગેરે શાસ્સે. જુઓ પ્રકરણને અંતે ટિ. નં. ૬, પા. ૨૧૫.
૨. જેનાથી મોહનીય કર્મ બંધાય એવાં પાપકર્મો. જુઓ પ્રકરણને અંતે ટિ. નં. ૭, પા. ૨૧૫.
૩. અધ્યયન ૩૩માં (પા. ૨૨૬) ૧ થી ૮ સુધીનાં જ્ઞાનાવરણીયથી અંતરાય સુધીનાં ૩૧ કર્મોથી રહિત હોવાપણારૂપી.
૪. જુઓ પ્રકરણને અંતે ટિ. નં. ૮, પા. ૨૧૬.
૫. તેમાં ગુરુની આમન્યાને ભંગ થાય એવી રીતે બેસવા, બલવા, ચાલવા વગેરે પ્રકારનો સમાવેશ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org