________________
તમાર્ગ શ્રીસુધર્મસ્વામી કહે છે : હે આયુષ્યમાન (જંબુસ્વામી)!' હિંસા, જૂઠ, ચોરી, મૈથુન, પરિગ્રહ અને રાત્રી ભોજન, ચાલવા બોલવા વગેરે પ્રવૃત્તિઓમાં અસાવધાની; મન-વાણુંકાયાનું અસતપ્રવૃત્તિમાંથી અરક્ષણ; ક્રોધ, માન, માયા, અને લોભ; ઈદ્રિયનિગ્રહને અભાવ, ગર્વ, દંભવૃત્તિ, ભોગની લાલસા અને મિથ્યાત્વ – એ બધાં આત્મામાં પાપકર્મ દાખલ થવાનાં દ્વાર – આસ્ત્ર છે. તે બધાંથી રાગદ્વેષયુક્ત બનેલો જીવ પાપકર્મ બાંધે છે ! [૨-૩]
જેમ કોઈ મેટા તળાવને સૂકવી નાખવું હોય, તે પ્રથમ તેમાં નવું પાનું દાખલ થવાના માર્ગો બંધ કરી, અંદરનું પાણી ઉલેચીને સૂકવી નાખવું જોઈએ; તેમ સંયમી, ભિક્ષુએ પણ, પ્રથમ, નવાં પાપકર્મ દાખલ થવાનાં આસ્ત્ર રૂપી દ્વારા બંધ કરી, પછી કરડે જન્મથી એકઠા થયેલા, કમેને તપ વડે દૂર કરવું જોઈએ. [૫-૬]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org