________________
૨૯: પરાક્રમ
૧૯૭ મુમાન જીવો મોક્ષના નિયત સ્થાન ઉપર ઋજુગતિથી જ એટલે કે એક પણ વાંક ન લેતાં સરળ રેખામાં જાય છે. પરંતુ, સંસારી છે જે નવે સ્થાને ઉત્પન્ન થવાના હોય છે, તે સ્થાન કયારેક પૂર્વ સ્થાનની બિલકુલ સરળ રેખામાં હોય છે અને કયારેક વકરેખામાં પણ હોય છે. ઋજુગતિને ઈષગતિ કહે છે અને વિક્રગતિને વિગ્રહગતિ કહે છે.
ટિ૫ણ ન. ૬. જ્ઞાન એટલે વિશેષ બેધ; અને દર્શન એટલે સામાન્ય બેધ. સામાન્ય રીતે આપણને કઈ વસ્તુનું જ્ઞાન થાય છે. ત્યારે પ્રથમ તેને સામાન્ય બંધ થાય છે; અને પછી વિશેષ બંધ થાય છે. પરંતુ, કેવળજ્ઞાનીને પહેલું જ્ઞાન અને પછી દર્શન થાય છે. એ તેની વિશેષતા છે. તેથી “કેવળજ્ઞાનદર્શન” એવો શબ્દપ્રયોગ સંભવે છે. પરંતુ કેવળજ્ઞાનીને એ બંને હવા વિષે અને હોય તે કમશઃ હોવા વિશે કે એકસાથે હોવા વિશે પછીના આચાર્યોમાં બહુ મતભેદ છે. સિદ્ધાંત પક્ષ તે બંનેને ક્રમભાવી અને અલગ અલગ માને છે. બીજો પક્ષ બંનેને અલગ માને છે, પણ તેમને સહભાવી – એક સાથે થનારાં – માને છે. કારણ કે,બેધરૂપી સ્વભાવવાળા શાશ્વત આત્મા જ્યારે નિરાવરણ થઈ જાય, ત્યારે તેને એ બંને ઉપયોગ (જ્ઞાન અને દર્શનરૂપી બધળ્યાપારો) નિરંતર જ થવા જોઈએ. ત્રીજો પક્ષ એ બે ઉપગેને ભેદ ન માનતાં એકય માને છે, અને દલીલ કરે છે કે, નિરાવરણ કેવલજ્ઞાન થયા પછી, જેમ આવરણદશાનાં મતિ વગેરે બીજાં જ્ઞાનો જુદાં નથી માનતા, તેમ કેવળદર્શનાવરણને ક્ષય થઈ ગયા પછી કેવળદર્શનને કેવળજ્ઞાનથી અલગ માનવું ઠીક નથી. આ બાબતની વિસ્તૃત ચર્ચા માટે જુઓ પં. સુખલાલજી અનુવાદિત “ચૌથા કર્મગ્રંથ” પા. ૪૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org