________________
મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ સાથે લાગીને તરત છૂટી જાય છે – ભીંત ઉપર નાખેલા લાકડાના ગેળાની જેમ-તે ૨. ઈર્યાપથ કહેવાય છે. સૂત્રકૃતાંગ મૃત. ૨. અધ્ય. ૨ માં ૧૩ મા ઈપથિક ક્રિયાસ્થાનની ટીકામાં શ્રી શીલાંકદેવ જણાવે છે કે, કર્મ તો પ્રવૃત્તિ થઈ એટલે બંધાવાનું; પણ તેની સ્થિતિ કષાયને આધીન છે. જે કષાયનો ઉદય ન હોય, તે (કષાયરહિત સહજ) પ્રવૃત્તિથી બંધાતું કર્મ પહેલે સમયે બંધાઈ સલેષ પામે છે અને બીજે સમયે તેનો ફલાનુભવ થાય છે. પ્રકૃતિથી તે “સાતાદનીય” (સુખકર ) હોય છે; તેનો અનુભવ શુભ હોય છે અને ઉત્તમત્તમ દેવસુખથી પણ ચડિયાતો હોય છે. પછી ત્રીજે સમયે તે કર્મ નાશ પામી જાય છે.
દિપણ ન. ૪. જીવનાં શરીર કુલ પાંચ છે. બહાર દેખાતું ધૂલ શરીર તે દા૨ક શરી૨. ખાધેલા આહારદિને પચાવવામાં અને દીપ્તિમાં કારણભૂત થનારું શરીર તે તેજસ. હવે બાંધેલા કર્મ સમૂહ તે કામણ શરીર. આ ત્રણમાંથી તેજસ અને કામણું મેક્ષ થતા સુધી કાયમ રહે છે. કયારેક નાનું, કયારેક મોટું, પાતળું – જા ડું, એક-અનેક એવાં વિવિધ રૂપને–વિક્રિયાને ધારણ કરી શકે તે કંચ શરીર. તે જન્મસિદ્ધ અને કૃત્રિમ એમ બે પ્રકારનું છે. અમુક દેવ વગેરેને તે શરીર જન્મથી પ્રાપ્ત હોય છે; જ્યારે કેટલાંક મનુષ્ય વગેરે તપ વગેરેની શક્તિથી તેવું શરીર ઉત્પન્ન કરી શકે છે. ચૌદ પૂર્વગ્રંશે જાણનાર મુનિથી જ રચી શકાતું આહારક એ પાંચમું શરીર છે. તે મુનિઓને કાંઈ શંકા પડતાં અન્ય ક્ષેત્રોમાં રહેલા સર્વજ્ઞ પાસે જવા માટે તેઓ તેને ઉત્પન્ન કરે છે. તે હાથ જેટલું નાનું હોય છે, સુંદર હોય છે, નિર્દોષ હોય છે, તથા કેઈથી રિકાચ તેવું છે કેઈને રિકે તેવું નથી હોતું.
ટિ૫ણ ન. ૫. પૂર્વ શરીર છોડી બીજે સ્થાને જતા જીના બે પ્રકાર હોય છે : (૧) સ્થૂલ તેમ જ સૂક્ષ્મ શરીરને સદાને માટે છેડી જતા મુમાન જીવો; અને (૨) એક થ્રલ શરીરને છોડી બીજા સ્થૂલ શરીરને પ્રાપ્ત કરતા સંસારી જીવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org