________________
૨૯: પરાક્રમ
૧૮૩ આ ૨૬મો ગુણ તે “સંયમ'. તેનાથી જીવ પાપનો નિરોધ કરી શકે છે.
ર૭ ગુણ તે “તપ”. તેનાથી જીવ વ્યવદાન – એટલે કે પૂર્વે બાંધેલાં કમનું દુરીકરણ પ્રાપ્ત કરી શકે છે.
૨૮ ગુણ તે “વ્યવદાન'. તેનાથી જીવ સર્વ પ્રકારની ક્રિયાની ઉચ્છિન્નતારૂપી શુકલધ્યાનની ચેથી પાયરી પ્રાપ્ત કરી શકે છે, અને સિદ્ધ, બુદ્ધ, મુક્ત તથા પરિનિવૃત બની, સર્વ દુઃખેને અંત લાવે છે.
૨૯મે ગુણ તે “સુખશાતને અથવા સુખની પૃહાનું નિવારણ. તેનાથી જીવ વિષયસુખમાં અનુસુકતા પ્રાપ્ત કરે છે. તેમ કર્યા પછી જ તે સાચી અનુકંપા, અભિમાનરહિતતા, તથા શંકરહિતતા પ્રાપ્ત કરે છે અને ચારિત્રમેહનીય કર્મોનો નાશ કરે છે.
૩૦ ગુણ તે “અપ્રતિબદ્ધતા' અર્થાત નીરાગતા. તેનાથી જીવ નિઃસંગતા પ્રાપ્ત કરે છે અને નિઃસંગતાથી રાગાદિરહિતી તથા દૃઢમનસ્ક થઈ, દિવસે યા રાત્રે સતત બાહ્ય સંગ તજી, અપ્રતિબદ્ધપણે વિહરે છે.
૩૧મો ગુણ તે ‘વિવિક્તશય્યાસનસેવના' અર્થાત સ્ત્રી-પશુ-નપુંસક વગેરેથી રહિત શયન-આસન-મુકામ વગેરે સેવવાં તે. તેનાથી જીવ ચારિત્રની રક્ષા કરી શકે છે. ચારિત્રની
૧. જુઓ પ્રકરણને અંતે ટિપણું નં. ૨, પા. ૧૯૪. ૨. જુઓ પા. ૪૬, ટિ૦ ૨. ૩. મૂળ, “gવ:”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org