SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ રક્ષા કરનારો જીવ, પુષ્ટિકારક અને ઉત્તેજક વસ્તુઓથી રહિત આહાર કરનાર, દઢચારિત્ર, માત્ર સંયમમાં જ રત તથા મોક્ષની ભાવનાવાળો બની, આઠ પ્રકારનાં કરૂ૫ ગાંઠ છેદી નાખે છે. ૩રમો ગુણ તે “વિનિવર્તન' અર્થાત વિષ તરફથી આત્માનું પરામુખ થવું તે. તેનાથી જીવ પાપકર્મો ન કરવા માટે પ્રયત્નવાન થાય છે અને બાંધેલાં કર્મો દૂર કરી, આ ચાર ગતિવાળા ભવારણ્યને તરી જાય છે. ૩૩મો ગુણ તે “સંભોગપ્રત્યાખ્યાન' અર્થાત મંડળીમાં બેસી ન જમતાં, જુદા જમવું તે. તેનાથી જીવ આલંબના દૂર કરી, નિરાલંબ બની શકે છે. નિરાલંબ મનુષ્યની જ પ્રવૃત્તિ મેક્ષરૂપી એક જ પ્રયજનવાળી બની શકે છે. તે મનુષ્ય પોતાને મળે તેટલાથી જ સંતોષ પામે છે; પારકાને મળેલાનો સ્વાદ નથી કરતો; (તે મને આપશે ? એ ) વિકલ્પ નથી કરતો; અભિલાષા નથી કરતો; તથા યાચના નથી કરતો, પરંતુ અલગ ઉતારે શોધી વિહરે છે. ૩૪ ગુણ તે “ઉપધિપ્રત્યાખ્યાન” અર્થાત સર્વ સાધનસામગ્રીનો ત્યાગ. તેનાથી જીવ સ્વાધ્યાયાદિમાં નિર્વિઘતા પામે છે; કાંક્ષારહિત બને છે તથા કાંઈ સાધન ન મળે, તો કલેશ નથી પામતો. ૧. “રજોયણું, ભૂમતી, પાત્ર વગેરે સાધુજીવનમાં ખાસ આવશ્યક વસ્તુઓ સિવાયની ”—એવું ટીકાકાર સૂચવે છે; તેમજ ૩૫માં ગુણ “આહારત્યાગ’ની બાબતમાં પણ, માત્ર ‘સદોષ આહારને ત્યાગ” એમ સૂચવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005193
Book TitleMahavirswamino Antim Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy