________________
૧૮ર મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ
૨૨. અનુપ્રેક્ષાથી જીવ આયુષકમ સિવાયનાં બાકીનાં (સાત પ્રકારનાં ) કર્મોનું ઘન બંધન શિથિલ કરી નાખે છે; તેમના તીવ્ર પ્રભાવને મંદ કરી નાખે છે; તથા તેમના પરિમાણને પણ અલ્પ કરી નાખે છે. વળી તે (નવું) આયુષકર્મ પણ બાંધે કે ન બાંધે : બાંધે તે અશુભ ન જ બાંધે; તે ભવે મુક્ત થવાનો હોય તો ન જ બાંધે; શરીર વગેરેને દુઃખહેતુ થઈ પડનાર “અસતાવેદનીય” કર્મ ફરી બાંધે જ નહિ; તથા આ અનાદિ, અનંત, લાબે કાળે ઓળંગી શકાય એવા તથા ચાર ગતિઓવાળા સંસારરૂપી. અરણ્યને શીધ્ર પાર કરી જાય.
૨૩. ધર્મકથાથી જીવ ભગવાનના સિદ્ધાંતોને પ્રકાશિત કરે છે, અને તેમ કરી, શુભ કર્મ ઉપાર્જન કરે છે.
૨૪મે ગુણ તે “શ્રુતારાધના' અથવા સિદ્ધાંતનું સેવન. સિદ્ધાંતની (શાસ્ત્રની) સેવનાથી જીવ અજ્ઞાનનો નાશ કરે છે અને રાગદ્વેષજનિત કલેશમાંથી મુક્ત થાય છે.
- ૨૫ ગુણ તે “એકાગ્રમનસંનિવેશના – અથવા એક ધ્યેય વસ્તુમાં ચિત્તની સ્થાપના. તેનાથી જીવ ચિત્તનિરાધ કરી શકે છે.
૧. આયુષકર્મ બાદ કરવાનું કારણ એ કે, કઈ પણ ભવમાં આયુષકર્મ તો એક જ વાર બંધાય છે; અને તે પણ જીવિતને ત્રીજો ભાગ કે તેનો પણ ત્રીજો ભાગ (૪૦) બાકી રહે ત્યારે. આ નિયમ અનુસાર ન બંધાય, અંતમાં આયુષ્ય અંતર્મુહૂર્ત બાકી રહે ત્યારે અવશ્ય બંધાય જ.
૨. જુઓ અધ્ય. ૩૩ ની શરૂઆતમાં, પા. ૨૨૬. ૩. દેવ, મનુષ્ય, તિય"ચ (પશુપંખી ઇ૦), નારકી – એ ચાર.. ૪. મૂળ, ‘ પ્રવચનની પ્રભાવના કરે છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org