________________
જૈ૯ઃ પરાક્રમ પ્રાયશ્ચિત્ત કરનારે જીવ માર્ગ અને માર્ગનું ફળ તથા આચાર અને આચારનું ફળ પ્રાપ્ત કરી શકે છે.
૧૭ મે ગુણ તે ક્ષમાપના” અથવા અપરાધની ક્ષમા માગવી તે. તેનાથી જીવ ચિત્તની પ્રસન્નતા અને સર્વ ભૂતપ્રાણીઓ પ્રત્યે મૈત્રીભાવ પ્રાપ્ત કરે છે. પછી તે રાગદ્વેષરહિત થઈ. નિર્ભય બની શકે છે. - ૧૮ મો ગુણ તે “સ્વાધ્યાય.” તેનાથી જ્ઞાનને આવરણ કરનારાં કર્મ નાશ પામે છે. તેના પાંચ પ્રકાર આ પ્રમાણે છે :
વાચના (ગુરુ પાસેથી સૂત્રપાઠ લેવો તે); પ્રતિપુચ્છનો (ગુરુને શંકા પૂછવી તે); પરિવર્તનો ( સૂત્રપાઠનું વારંવાર પરાવર્તન); અનુપ્રેક્ષા (સૂત્રનું ચિંતન-મનન); અને ધર્મકથા.
૧૯. વાચનાથી જીવ બંધાયેલાં કર્મ ખંખેરી નાખવારૂપી નિર્જરા પ્રાપ્ત કરી શંક છે; તથા શાસ્ત્રનો નિરાદર ન કરી, તીર્થકરના ધર્મને અવલંબી તથા કર્મોનો સંપૂર્ણ ક્ષય કરી, મહાપર્યાવસાન અર્થાત મુક્તિ પ્રાપ્ત કરે છે.
૨૦. પ્રતિપૃચ્છનાથી જીવ સત્ર અને અર્થને સંશય દૂર કરી શકે છે તથા સંદેહ અને મેહ પેદા કરનાર કર્મને નાશ કરી શકે છે.
૨૧. પરાવર્તનથી તે ભૂલી ગયેલું યાદ લાવી શકે છે, તથા નવું યાદ કરી શકે છે.
૧. સમ્યક્ત્વ -- દર્શન એ માર્ગ, અને તેનું ફળ એટલે જ્ઞાન. – ટીકા.
૨. મૂળ, “ભાવનાવિશુદ્ધિ પ્રાપ્ત કરી.” ૩. મૂળ, “વ્યંજનલબ્ધિ પ્રાપ્ત કરે છે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org