________________
૧૮૦ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ તેનાથી જીવ અતીત અને વર્તમાન દોષ ધઈ નાખી શકે છે; અને પછી ભાર દૂર થવાથી સુખે વિચરતા મજૂરની પેઠે સ્વસ્થ હૃદયે પ્રશસ્ત ધ્યાનયુક્ત થઈ શકે છે.
૧૩ ગુણ તે “પ્રત્યાખ્યાન' અર્થાત (કશું ) ત્યાગવાને નિયમ. તેનાથી જીવ કર્મબંધનના દ્વારે (પાપપ્રવૃત્તિઓ ) બંધ કરી શકે છે, તથા ઈચ્છાનિરોધ પ્રાપ્ત કરી શકે છે. તેમ કરનારે જીવ સર્વ પદાર્થોમાંથી તૃષ્ણ નિવૃત્ત કરી, બાહ્યાંતર સંતાપરહિત થઈ વિચરે છે.
૧૪ ગુણ તે “સ્તવસ્તુતિમંગળ.”૧ સ્તવન અને સ્તુતિથી જીવ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી સદ્ધર્મર પ્રાપ્ત કરે છે; તથા પછી એવી આરાધના કરી શકે છે કે, જેથી તે સંસારનો અંત લાવી મુક્ત થાય છે કે ઉચ્ચ દેવગતિ પ્રાપ્ત કરે છે.
૧૫ ગુણ તે “કાલપ્રતિલેખના' અર્થાત કાલનું નિરીક્ષણ: યોગ્ય વખતે યોગ્ય કામ કરવા કાલની બાબતમાં સાવધાની. તેનાથી જીવ જ્ઞાનને આવરણ કરનાર કર્મને નાશ કરી શકે છે. •
૧૬ ગુણ તે “પ્રાયશ્ચિત્તકરણ”. તેનાથી જીવ પાપકર્મ ધોઈ નાખી, દોષરહિત થઈ શકે છે. યોગ્ય રીતે
૧. “શકસ્તવ” વગેરેનો પાઠ તે અવમંગળ; અને “નમોત્થણું" વગેરે સ્તુતિનું ઓછામાં ઓછું આઠ વાર, અને વધારેમાં વધારે ૧૦૮ વાર રટન કરવું તે સ્તુતિમંગળ.
૨. મૂળ, “બોધિ'. જનધર્મ”—ટીકા.
૩. મૂળ, “ક૫વિમાનસ્પત્તિકા”. કલ્પ અને વિમાન વગેરે માટે જુઓ અધ્ય. ૩૬, લો ૨૦૯-૧૭, પા૨૬૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org