________________
૨૧: સાધુની ચર્ચા ઘસાવા દેવા નહિ; તેને એકદમ ઊંચું – નીચું કરવું નહિ; વસ્ત્રના ત્રણ ભાગ કરી, તે દરેક ભાગને જેવો–ખંખેરો – અને સાફ કરે એમ ત્રણ પ્રકારે એટલે કે કુલ નવ વખત તેમ કરવું અને (આગળ-પાછળ એમ બે વાર મળીને ) છ વાર ખંખેરવું. જોતી વખતે પણ હાથ ઉપર તેને પહોળું કરી, જીવજંતુ જોઈ લેવાં. [૨૫]
વસ્ત્રને વિપરીત રીતે એટલે કે ઉતાવળે ને તપાસી લેવું; ' વસ્ત્રને ચળવું નહિ; એકદમ ઊંચું – નીચું કરવું નહિ; જોરથી ઝાટકવું નહિ; વગર તપાસ્ય સરકાવી દેવું; કે હાથઢીંચણ ગમે તેમ રાખી ન તપાસવું. વસ્ત્રને મજબૂત પકડવું, તેને જમીન સાથે રગદોળાતું ન રાખવું; આખા વસ્ત્રને સામટું એકનજરે જોઈ ન નાખવું; શરીર કે વસ્ત્રને ધુણાવવું નહિ; તેને તપાસવાની વિધિની મર્યાદા વિષે પ્રમાદ ન કરવો; કે તપાસતાં તપાસતાં કશાની શંકા ઉપજતાં આંગળીથી વેઢા ન ગણવા. ટૂંકમાં તે ક્રિયામાં ઓછાપણું, વધારે પડતાપણું, કે વિપરીતપણું ન આવવા દેતાં, યોગ્ય રીતે તે ક્રિયા કરવી. [૨ ૬-૮]
આ પ્રમાણે બધો સાજ તપાસી લઈ, ગુરુને નમસ્કાર કરી, હાથ જોડી તેમને પૂછવું કે હવે હું શું કરું? જે તે કાંઈ સેવાચાકરી ફરમાવે, તો તે બેદરહિતપણે કરવી; અને નિયમ પ્રમાણે સ્વાધ્યાય કરવાનું જ કહે, તેમ કરવું. સ્વાધ્યાય એ સર્વ દુઃખમાંથી મુક્ત કરનાર વસ્તુ છે, એ બરાબર જાણવું. [૮,૧૦,૨૧]
૧. આ લોક બહુ સંદિગ્ધ હોઈ તેના અર્થની બાબતમાં બહુ મતભેદ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org