________________
મહાવીર સ્વામીને અંતિમ ઉપદેશ ત્યારબાદ પહેલી પૌરુષીને ચોથે ભાગ બાકી રહે, ત્યારે સ્વાધ્યાયના કાળનું ઉલ્લંઘન કર્યા વિના પાત્રો વગેરે તપાસી લેવાં. [૨૨]
પછી ત્રીજી પૌરુષીમાં નીચેનાં છમાંથી કોઈ કારણસર આહારપાણીની શોધમાં નીકળવું. ૧. સુધાદિ વેદનાની નિવૃત્તિને અર્થે; ૨. ગુરુ વગેરેની સેવાને અર્થે; ૩. (ભૂખે અંધારાં આવ્યા વિના) કાળજીથી ચાલી શકાય તે માટે; ૪. સંયમના નિર્વાહને અર્થે; ૫. જીવન ટકાવવાને અર્થે અને ૬. ધર્મધ્યાન થઈ શકે તે માટે. [૩૨-૩]
નીચેનાં છ કારણે એ સાધુ કે સાધ્વી ભિક્ષા માગવા ન જાય, તો તેથી આજ્ઞાનું ઉલ્લંઘન થયું કહેવાય નહિ ? ૧. બીમારીને કારણે; ૨. કોઈ વિઘને કારણે; ૩. બ્રહ્મચર્ય કે મન વાણી અને કાયાના નિયમનને અર્થે; પ્રાણદયાને અર્થે૫. તપને કારણે, કે ૬. શરીરનો નાશ કરવા માટે. [૩૪-૫]
૧. આ પદના અર્થની બાબતમાં ઘણી શંકા છે. મૂળમાં, મહિષ્મ વસ્ત્ર' એમ છે. કેટલાક તેનો એવો અર્થ કરે છે કે, કાલને લગતા દોષોનું પ્રતિક્રમણ કર્યા વિના.” અહીં જ્યાં પોતે જ આ વિધિ વિગતવાર ને ક્રમવાર વર્ણવવા બેઠા છે, ત્યાં “અમુક કર્યા વિના” એવું વિધાન કરવાનો અવકાશ જ નથી.
૨. માર્ગમાં કે હવામાં અચાનક ઘણું જીવો આવી ગયા હોય તે કારણે
૩. કોઈ કારણસર “મારણાંતિક સંખના” – મરણપયત ઉપવાસ સ્વીકાર્યા હોય, તે વખતે. જુઓ આ માળાનું સંયમધર્મ' પુસ્તક, પા. ૧૯૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org