SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ તેની વિશેષ વિગત આ પ્રમાણે છે : પહેલી પૌરુષીમાં, સૂર્યોદય થયે. શરૂઆતમાં બે ઘડી સુધીમાં પોતાની વસ્તુઓ બારીકાઈથી તપાસી લેવી; અને તેમાં જીવજંતુ વગેરે હોય તે કાળજીથી દૂર કરવાં. [૮,૨૧] પહેલાં મૂમતી તપાસી લેવી; પછી ગુચ્છો તપાસો. ત્યાર બાદ ગુચ્છાને હાથમાં લઈ બીજાં વસ્ત્ર નીચે પ્રમાણે તપાસવાં : સ્થિરતાથી વસ્ત્રને ઊંચું પકડી, ઉતાવળ કર્યા વિના, પ્રથમ તો તેને બધી બાજુથી આંખ વડે તપાસી લેવું; (પછી જે જીવજંતુ દેખાય તેને અળગાં કાઢીને તેને હળવેથી ખંખેરવું અને પછી જીવજંતુને ગુચ્છાથી સાફ કરવાં. [૨૪] તે બધું તપાસવાનું કામ પ્રમાદપૂર્વક કરે. તો પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને જંગમ જીવોની હિંસા થાય; અને જે બરાબર કાળજીથી કરે, તે તેમનું રક્ષણ થાય. માટે અરસપરસ વાતચીત કરતાં, ગામલેકની વાત કરતાં, કોઈને કશાનો નિયમ આપતાં, પાઠ આપતાં કે બીજા પાસેથી પાઠ લેતાં લેતાં તે ક્રિયા ન કરવી. [૨૯-૩૧] તપાસતી વખતે વસ્ત્રને નચાવવું નહીં; તેમાં વળ કે ગડી જવા દેવી નહીં; તેના ભાગોને એક બીજા સાથે ૧. મૂળમાં તે “પહેલી પરુષીના પ્રથમ ચતુર્થાશમાં' છે. ૩૨ ઘડીને દિવસ ગણીએ, તે દરેક પૌરુષી આઠ ઘડીની થાય; અને તેને ચોથે ભાગ બે ઘડીને થાય. ૨. જૈન મુનિઓ માં ઉપર જે પટ્ટી બાંધે છે તે. ૩. લુછવા-સાફ કરવા માટે વપરાતું ઊન વગેરેનું વસ્ત્ર કે પછી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005193
Book TitleMahavirswamino Antim Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy