________________
સમાન બની ‘બળવું. ચાર પ્રક
૨૪: પ્રવચનમાતા
૧૪૩ હવે ગુપ્તિઓનું વર્ણન કરવામાં આવે છે:
મનગુપ્તિ ચાર પ્રકારની છે. ચિંતવનના વિષયના ચાર પ્રકારને અનુસરીને તે ચાર પ્રકાર આ પ્રમાણે છે : સત્ય, મૃષા, સત્ય-મૃષા. ન–સત્યમૃષા. પ્રયત્નવાન ભિક્ષુએ પિતાના મનને બીજાનું અનિષ્ટ તાકવારૂપી “સંરંભ’ના, બીજાને પરિતાપ આપવારૂપી “સમારંભ’ના, અને બીજાની હિંસારૂપી “આરંભ'ના ખ્યાલોથી પાછું વાળવું. [૧૯-૨૧]
વગુપ્તિ પણ તે જ પ્રમાણે ચાર પ્રકારની છે. પ્રયત્નવાન ભિક્ષુએ સંરંભ, સમારંભ વગેરેમાં પ્રવર્તતી વાણુને રોકવી. [૨૨-૩]
તે જ પ્રમાણે, પ્રયત્નવાન ભિક્ષુ ઊભા રહેતાં, બેસતાં, આળોટતાં, ઓળંગતાં, ચાલતાં તેમ જ પિતાની અન્ય ઈદ્રિયોની પ્રવૃત્તિ વખતે સંરંભ, સમારંભ વગેરેમાં પ્રવર્તતા પિતાના શરીરને રેકે. [૪-૫]
પાંચ સમિતિઓ સદાચારમાં પ્રવૃત્તિ માટે છે; અને ગુપ્તિઓ સર્વ પ્રકારની અશુભ પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ માટે છે. જે મુનિ આ આઠ પ્રવચનમાતાઓને ભલે પ્રકારે સેવે છે, તે પંડિત આ સમગ્ર સંસારમાંથી ઝટ મુક્ત થાય છે, એમ હું કહું છું. [૨૬-૭]
૧. જેમકે, વનમાં ઘણું બા દેખીને કેઈ ચિંતવે કે, “આ આંબાનું વન છે, તે તે સત્ય પણ છે અને મૃષા પણ છે; કારણકે, તેમાં બીજાં વૃક્ષ કે લતા, તૃણ વગેરે પણ હોય.
૨. વ્યવહારનાં આદેશ, નિર્દેશક સંબોધન વગેરેનાં વચનો, જેવાં કે “ઘડે લાવ, “હે દેવદત્ત !” ઇત્યાદિ, સમિથ્યા બંને નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org