________________
૧૧
મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ ૪. આદાન (નિક્ષેપ) સમિતિ : ભિક્ષુએ સામાન્ય વ્યવહાર મુજબ કે કારણવશાતર ગ્રહણ કરેલી વસ્તુઓ લેતી કે મૂકતી વખતે તેમને આંખ વડે તપાસવી અને રજોયણ વડે સાફ કરવી. ત્યારબાદ તેમને લેવી કે મૂકવી. [૧૩-૪]
૫. ઉચ્ચારસમિતિઃ મળમૂત્ર, બળ, લીંટ, - શરીરને મેલ, નિરુપયોગી આહાર તેમજ બીજી વસ્તુઓ, (ભરતી વખતે) પિતાનું શરીર તથા બીજી તેવી ફેકી દેવાની વસ્તુઓ, લોકોની અવરજવર ન હોય તથા કોઈની નજર પડે તેમ ન હોય તેવી જગાએ, કોઈને હરકત ન આવે તેવી જગાએ, ઊંચીનીચી નહિ તેવી સરખી જગાએ, ઘાસપાંદડાંથી ઢંકાયેલી ન હોય એવી જગાએ; થોડા વખત પહેલાં જ (અગ્નિ વગેરેથી) નિર્જીવ થયેલી જગાએ, મોકળાશવાળી જગાએ, ઊંડે સુધી નિર્જીવ હોય તેવી જગાએ,૫ (ગામ વગેરેથી) બહુ નજીક ન હોય તેવી જગાએ, (ઉંદર વગેરેનાં) દર કે છિદ્ર ન હોય તેવી જગાએ તથા જીવજંતુ અને બીજ વગેરેથી રહિત જગાએ ફેંકી આવવી. [૧પ-૮]
૧. મૂળ: “આઘોપધિ. ૨ મૂળ: “ઔપગ્રહિક પધિ.”
૩. અહીં મૂળમાં આ વિશેષણના જે ચાર પ્રકાર થઈ શકે તે દર્શાવતો જુદા આ છંદમાં લેક છે. જેમકે: અવરજવર ન હોય, તેમ નજરે પડે તેવું ન હોય; અવરજવર ન હેય પણ નજરે પડે તેવું હોય, ઇ૦. તે પછીનો ઉમેરે છે એ દેખીતું છે.
૪. ઓછામાં ઓછી એક હાથ. ૫. ઓછામાં ઓછી ચાર આંગળ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org