________________
૨૩: કેશી–ગૌતમ સંવાદ
૧૩૭ કેશી : કુમાર્ગોથી ભરેલા જગતમાં ઘણાં પ્રાણુઓ ઉન્માર્ગે જઈ નાશ પામે છે. તમે વટેમાર્ગ હોવા છતાં ઉન્માર્ગે જઈ કેમ નાશ નથી પામતા? [૬૦] - ગૌતમ : ખોટા સિદ્ધાંત એ ઉન્માર્ગો છે. તેમને હું જાણું છું. તેથી, જિને કહેલા ઉત્તમ માર્ગને જ વળગી રહી, હે નાશ નથી પામત. [૬ ૩]
કશી : મેટા જળપ્રવાહમાં તણાતાં પ્રાણીઓ માટે શરણરૂપ, આધારરૂપ અને પ્રતિકારૂપ દીપ કર્યો? [૬૮]
ગૌતમ : જરા-મરણરૂપી વેગથી ખેંચાતાં પ્રાણીઓ માટે ધર્મરૂપી દ્વીપ ઉત્તમ શરણરૂપ, આધારરૂપ અને પ્રતિકારૂપ છે. [૬૮]
કેશી : મોટા પ્રવાહવાળા સમુદ્રમાં આમતેમ તણાતી નાવડીમાં બેઠેલા તમે કેમ કરીને પાર ઉતરશે? [૭૦]
ગૌતમઃ જે નાવડી છિદ્રવાળી હોય છે, તે પાર નથી જઈ શકતી; પરંતુ જે છિદ્રરહિત છે, તે જરૂર પાર જઈ શકે. શરીર એ નાવડી છે; જીવ એ નાવિક છે; અને સંસાર એ સમુદ્ર છે. તેને મહર્ષિઓ તરી જાય છે. [૭૩].
કશી : આંધળા કરી નાખે એવા આ ઘોર અંધારામાં આ પ્રાણીઓ ભટક છે; તેમને અજવાળું કોણ કરી આપશે? [૫]
ૌતમ? જેને સંસાર ક્ષીણ થયા છે એવા સર્વસ જિનરૂપી સૂર્ય ઉદય પામે છે. તે સર્વ લોકમાં પ્રાણીઓને અજવાળું કરી આપશે. [૭]
કેશીઃ દિવિધ દુઃખોથી પીડાતાં પ્રાણુઓને ક્ષેમરૂપ, કલ્યાણરૂપ અને બાધારહિત એવું સ્થાન કયું? [૮]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org