________________
૧૩૭ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ
કેશી : જગતમાં અનેક પ્રાણુઓ પાશ વડે બંધાયાં છે. તમે તે પાશમાંથી કેવી રીતે છૂટયા? [૪૧].
ગૌતમ : રાગદ્વેષરૂપી તીવ્ર પાશે અને ભયંકર એવા સ્નેહપાશાને શાસ્ત્રમાં જણાવેલા ઉપાયો વડે છેદીને હું હલકે થઈ વિચરું છું. [૪૩]
કેશી : ભયંકર ફળવાળા એક ઝેરી વેલ છે. તેને તમે કેવી રીતે ઉખાડી નાખી ? [૪૫]
ગૌતમ : ભવતૃણારૂપી ભયંકર લતાને સર્વથા જડમૂળમાંથી ઉખેડી નાખી, તેનાં ઝેરી ફળમાંથી છૂટી હું શાસ્ત્રાનુસાર વિચારું છું. [૪૮]
કેશી : ઘર અને પ્રજવલિત અગ્નિએ બધાં પ્રાણુઓને બાળે છે. તેમને તમે કેવી રીતે બુઝાવ્યા? [૫૦]
ગૌતમ : કામ, ક્રોધ, માયા અને લોભરૂપી કષાય એ અગ્નિ છે. જ્ઞાની–તીર્થકરરૂપી મહામેથી ઉત્પન્ન થયેલા, તેનાં વચનરૂપી પ્રવાહમાંથી, શાપદેશ, શીલ અને તપરૂપી ઉત્તમ જળ લઈ હું સતત તેમના ઉપર છાંટું છું. એમ શાપદેશરૂપી ધારાથી છંટાયેલા અને ભેદાયેલા તે અશિઓ મને બાળતા નથી. [૫૩]
કેશી : સાહસિક, ભયંકર, દુષ્ટ અને આમથી તેમ દેડતો આ અશ્વ તમને ઉન્માર્ગે કેમ નથી લઈ જત? [૫૫]
ગૌતમ : મનરૂપી એ દુષ્ટ અશ્વને હું શાસ્ત્ર તથા ધર્મશિક્ષારૂપી લગામ વડે જાતવંત (કંથક) ઘેડાની પેઠે બરાબર કબજે રાખું છું, તેથી તે માર્ગમાં જ રહે છે. [૫૮]
૧. છેવટે તો શાસ્ત્રજ્ઞાન પણ આપ્તજનની વાણીરૂપ જ છે. ૨. જુઓ પા. પપ, ને. ૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org