________________
૧૦૬ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ છે. તે પછી સંયમધર્મ પાળવામાં પડનારાં દુઃખ સહેતાં મને શું થવાનું છે?”૧ [૪૩-૭૪]
આ સાંભળી મૃગાપુત્રનાં માતાપિતાએ કહ્યું :
“જો તારે આ દઢ સંકલ્પ છે, તે તું સુખે પ્રવજ્યા લે. પરંતુ શ્રમણોને એક મહા દુઃખ છે; અને તે એ કે, કાંઈ દુ:ખ કે મુશ્કેલી આવી પડે તે પણ તેમનાથી તેનો પ્રતિકાર કરી શકાતો નથી, પણ મૂળે મોંએ તેને સહન કરવી પડે છે. તે બાબતમાં તારો નિશ્ચય શું છે તે અમને કહે (જેથી અમને શાંતિ થાય).” [૫]
જવાબમાં મૃગાપુત્ર કહ્યું :
“હે માતાપિતા ! તમારું કહેવું બરાબર છે. પણ અરણ્યમાં રહેતાં પશુઓ અને પંખીઓના દુઃખને પ્રતિકાર કોણ કરે છે? જંગલમાં એકલા ફરનારા મૃગને રોગ થાય છે ત્યારે તેની દવા કોણ કરે છે? તેની ખબર કોણ પૂછે છે? તેને આહારપાણ કોણ લાવી આપે છે ? એ તો જ્યારે રોગ મટે, ત્યારે જાતે ઉઠીને પિતાની ચરવાની કે પાણી પીવાની જગાએ જાય, ત્યારે આહારપાણ પામે છે. તેવી રીતે હું પણ મૃગચારીપણે એકલો રહીશ, અનેક જગાએ ફરીશ તથા કરીને જ આહાર મેળવીશ.” [૭૬-૭૭]
આ સાંભળી માતાપિતાએ સંતુષ્ટ થઈ તેને પ્રવજ્યા લેવાની રજા આપી. પછી મૃગાપુત્ર, મહાનાગ જેમ કાંચળીને મમત્વ વિના છોડી દે, કે કોઈ માણસ કપડાંને લાગેલી ધૂળ
૧. જુઓ ટિપ્પણું નં. ૨, પા. ૧૦૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org