________________
૧૦૫
૧૯ : મૃગાપુત્ર આ સાંભળી મૃગાપુત્રે માતાપિતાને કહ્યું :
હે માતાપિતા! તમે જે કહો છો તે ખરું છે. જેને સંસારસુખની હજુ લાલસા છે, તેને માટે સંયમધર્મનું પાલન સાચે જ મુશ્કેલ છે. પરંતુ જેને આ લોકમાં તૃણ રહી નથી, તેને માટે તે મુશ્કેલ નથી. વળી તમે વર્ણવ્યાં તેના કરતાં પણ અનેકગણું ભયંકર દુઃખ અને શારીરિક તથા માનસિક વેદનાઓ મેં આ સંસારમાં (પૂર્વે ) સહન કર્યા છે. નરક વગેરે હીન યોનિઓમાં અહીંના કરતાં પણ અનંતગણો વધારે ટાઢ, તડકે અને બીજાં દુઃખે મેં સહન કર્યા છે. તે દુર્ગતિએ વખતે હું ભઠ્ઠીઓમાં રંધાયે છું. કરવતથી કપાયો છું, ઊંચે ટિંગાયો છું, ખેંચાયો છું, પિલા છું તથા ફાડી ખવાય છું: કાળી તલવારે, ભલબાણે અને તીક્ષણ હદ ડોથી છેદાય-ભેદા છું; રેઝ વગેરેની પેઠે, પરાણા અને નેતરના ભાર સાથે હંકાયો છું;૧ હરણની પેઠે, પક્ષીની પેઠે અને માછલાંની પેઠે ફાંદાઓમાં અને જાળામાં બંધાયે, રૂંધા તથા પકડાયો છું; સુતાર જેમ ઝાડને વહેરે, છે અને ચીરે, તેમ વહેરાયો – ચિરાયે છું; તથા લુહાર જેમ લોઢાને તપાવે અને ટીપે તેમ ટિપા છું. આમ મનુષ્યલોકમાં દેખાય છે તેના કરતાં અનંતગુણ દુખવાળી ભયંકર વેદનાઓ તે તે ગતિએામાં મેં ભોગવી છે અને નિમે માત્ર શાંતિ કે સુખ વિના તેમને નિરંતર સહન કરી
- ૧. “રોઝ વગેરેની પેઠે એને અર્થ “રોઝ વગેરેની નિઓમાં જન્મીને ” એવો પણ લઈ શકાય. અલબત્ત. મૂળમાં તે નરકલાકમાં પડેલાં દુઃખનું જ વર્ણન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org