________________
૧૦૪ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ
“હે પુત્ર! તું તો સુખમાં ઊછરેલો છે, સુકુમાર છે, અને હંમેશાં સુમાજિત રહેવાની ટેવવાળે છે. તારાથી એ બધું કેમ સહન થશે? વળી તું કામ ભાગોના રસનો ભેગી છે; તારાથી મોટા મુનિને મુશ્કેલ એવું ઘેર બ્રહ્મચર્ય વ્રત કેમ કરીને પળાશે? કબૂતરની જેમ રેજનું ધાન રોજ મેળવી લેવાની (કાપતી) વૃત્તિ અને વાળ ચૂંટાવવા વગેરે નિયમો તારાથી કેમ અમલમાં મુકાશે? શ્રમણપણું સ્વીકારીને તો જીવતાં લગી, વિસામો લીધા વિના ગુણોના મહાસમુદ્રરૂપ સંયમ માટે પ્રયત્ન કર્યો કરવા પડે છે. તે સંયમધર્મ લોઢાના ભારે વજનવાળા ભારાની જેમ કચકો મુશ્કેલ છે; આકાશગંગાના પ્રવાહ અને ગંગાના સામા પૂરની પેઠે દુસ્તર છે; સમુદ્રની પેઠે પાર કરવો અશક્ય છે તથા રેતીના કેળિયા જેવો સ્વાદરહિત છે. તપ કરવું એ તરવારની ધાર ઉપર ચાલવા જેવું છે. ચારિત્ર પાળવું એ સર્પની પેઠે નિશ્ચલ દષ્ટિ રાખવા જેવું છે, લોઢાના જવ ચાવવા જેવું છે, સળગતી અગ્નિની શિખાને પીવા જેવું છે, પવનને કાથો ભરવા જેવું છે, ત્રાજવામાં મેરુ પર્વત તળવા જેવું છે તથા સમુદ્રને હાથથી તરવા જેવું છે. તરુણાવસ્થામાં, નબળા શરીરે તથા વૃત્તિઓ શમતાં પહેલાં તું તે ચારિત્ર કેમ કરીને પાળી શકીશ? માટે હે પુત્ર, હમણાં તે તું રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ એ પ્રમાણે પાંચ પ્રકારના માનુષી કામગે ભગવ; અને બુક્તભેગી થયા બાદ સંયમને સ્વીકાર કરજે.” [૩૩-૩
૧. સાપ બીજાં પ્રાણીની પેઠે આંખ મીંચી શકતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org