________________
૧૮: સંવત ૨ાજા ભારત ૩, ૧૩૮, ૧૯૩) જોડી દેવામાં આવી છે. કુંથુ હસ્તિનાપુરના માર રાજા અને શ્રીદેવી રાણીના પુત્ર હતા. અને અર એ ગજપુરના રાજા સુદર્શનના પુત્ર હતા. તે બે વિષે જૈન કથામાં પણ બીજી કશી ખાસ માહિતી આપી નથી.
મહાપઃ એ નવમા ચક્રવત હતા અને હસ્તિનાપુરમાં રહી રાજ્ય કરતા હતા. તેમના મોટાભાઈ વિષ્ણુકુમારને ૨૦માં તીર્થકર મુનિસુવ્રતના શિષ્ય દીક્ષા આપી હતી. તેમણે રાજા બની બેઠેલા પિતાના પિતા પક્વોત્તરના પ્રધાન નમુચિ પાસેથી ત્રણ પગલાંમાં આવે તેટલી જમીન માગી આખું રાજ્ય લઈ લીધું હતું, એ કથા વિષ્ણુ અને બલિરાજાની કથા જેવી લાગ્યા વિના રહેતી નથી.
| હરિણઃ એ કાંપિલ્યના રાજા મહાહરિના પુત્ર તથા ૧૦માં ચક્રવતી હતા.
જય : રાજગૃહના રાજા સમુદ્રવિજયના પુત્ર તથા ૧૧મા ચક્રવર્તી. તે હજાર રાજાઓ સાથે પ્રજિત થયા હતા એવો ઉલેખ મૂળ અધ્યયનમાં જ છે.
દશાણભદ્રઃ આ રાજા મહાવીરનો સમકાલીન હતો. મહાવીર જ્યારે તેના ઉદ્યાનમાં આવ્યા, ત્યારે કોઈ એ ન કર્યો હોય તે તેમને સત્કાર કરવાને તેણે વિચાર કર્યો હતો. પરંતુ કે પોતાને વૈભવ બતાવી તેનું અભિમાન હરી લીધું અને પછી તે રાજા સાધુ થઈ ગયે, એવી હકીકત જૈન કથામાં છે. મૂળ અધ્યયનમાં પણ “ શકથી પ્રેરાઈને તેણે દીક્ષા લીધી ” એટલી હકીક્ત છે. (દશાર્ણ દેશ એટલે માળવાને પૂર્વ ભાગ.)
ક૨કડ: તેની તથા દ્વિમુખ, નમિ અને નગ્નતિની કથા આ ગ્રંથમાં ૯મા અધ્યયનના ટિપ્પણમાં (પા. ૪૫) છે.
૧. જુઓ પા. ૯૨ નોધ. ૨. બિહાર શહેરથી આશરે ૧૪ માઈલ દક્ષિણે આવેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org