________________
મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ ભરત: જન કથામાં જણાવ્યા પ્રમાણે તે પ્રથમ ચક્રવતી હોઈ, પ્રથમ તીર્થકર ઋષભદેવના જયેષ્ઠ પુત્ર થતા હતા. તે અયોધ્યામાં રાજય કર હતા. બ્રાહ્મણકથામાં દુર્ગંતના પુત્ર ભરતને “ચક્રવતી ” “ સાર્વભૌમ ” તરીકે વર્ણવેલો છે.
સગ૨ઃ જૈન કથા પ્રમાણે તે અયોધ્યાના રાજા હેઈ, બીજા તીર્થકર અજિતનાથનો નાનો ભાઈ થતો હતો. તે બીજે ચક્રવર્તી હતો અને તેને અજિતનાથે જ દીક્ષા આપી હતી. ટીકામાં તેની અને તેના ૬૦,૦૦૦ પુત્રોની જે કથા આપી છે, તે રામાયણમાં આવતી સગર રાજાની વાતનું વિચિત્ર રૂપાંતર છે. ( જુઓ આ માળાનું “યોગશાસ્ત્ર” પુસ્તક પા. ૧૬૬.) બૌદ્ધ જાતક પ૪૧ તથા ૫૪૩માં પણું “સાગર” રાજા ની હકીક્ત આવે છે.
મઘવન: જૈન કથામાં આ રાજા વિષે કશી જ ખાસ માહિતી નથી. માત્ર એટલું જ જણાવ્યું છે કે, તે ત્રીજે ચક્રવતી હતા તથા શ્રાવસ્તીના રાજા સમુદ્રવિજય અને ભદ્રારાણીને પુત્ર થતો હતે. બ્રાહ્મણ કે બૌદ્ધ ગ્રંથોમાં પણ તેની કાંઈ ખાસ માહિતી મળતી નથી. વેદમાં તેનું નામ આવે છે તથા પછીના વખતમાં તે ઇંદ્રના બીજ નામ તરીકે પ્રસિદ્ધ થયું છે, એટલું અહીં જણાવી લઈએ.
સનસ્કુમાર: જૈન કથા પ્રમાણે હસ્તિનાપુરના અશ્વસેન રાજા અને સહદેવ રાણીને પુત્ર તથા ચોથે ચકવતી. આ રાજની રાણ સુનંદાની લટને સ્પર્શ થવાથી સંભૂતે નિયાણું બાંધ્યું હતું એ વાત ૧૩ મા અધ્યયનમાં (પા. ૬૯) આવી ગઈ છે. છાંદેગ્યા ઉપનિષદ ૭–૧–૧-૨૬, ૨ માં અને પછી પુરાણુદિમાં એક ઋષિના નામ તરીકે તે નામ આવે છે.
શાંતિ: શાંતિ, કુંથુ અને અર એ ત્રણ ચક્રવતીં હેવા ઉપરાંત ૧૬, ૧૭, અને ૮મા તીર્થંકર પણ હતા. શાંતિ હસ્તિના'પુરના રાજા વિશ્વસેન અને અચિરાદેવી રાણીના પુત્ર હતા. તેમના પૂર્વ જન્મની જૈન કથામાં શિબિરાજા અને કબુતરની વાત (મહા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org