________________
૧૫? સાચે ભિક્ષુ આમ, ઘરબાર, મિત્ર કે બંધન વિનાના તે ભિક્ષુઓ લૂખુંસકું તથા એાછું ખાઈ, જિતેંદ્રિય રહી, બીજા પ્રાણીઓને દુઃખ ન થાય તે રીતે જોઈ તપાસી બધી ક્રિયાઓ કરતા કરતા સંયમધર્મને અનુસરે છે. [૧૬ ]
ટિપ્પણ
- ટિ૫ણ ન. ૧. મૂળમાં તે વિદ્યાઓનાં નીચે પ્રમાણે નામે છે. ટીકાકારે તે તે વિદ્યાનું સ્વરૂપ સમજાય તેવાં ઉદાહરણ પણ આપ્યાં છે. તે પણ નમૂનારૂપે દરેક વિદ્યા સાથે આપ્યાં છે .
વસ્ત્ર છેદવિદ્યા: ક૫ડું ફાટી જાય, ઉંદરડા કાપી નાખે “કે મેસ અને કાદવથી બગડે, તે ઉપરથી શુભાશુભ કહેવાની વિદ્યા.
સ્વરવિદ્યા : મોર, મરઘડે વગેરેના જ, ત્રષભ ઇ. અવાજે ઉપરથી શુભાશુભ ફળ કહેવાની વિદ્યા. જેમકે : મેરનો સ્વર (અમુક વખતે) સંભળાય તો ધન મળે, પ્રિયનો વિયોગ ન થાય, પશુ, પુત્ર અને મિત્રોની પ્રાપ્તિ થાય, અને સ્ત્રીઓના પ્રિય થવાય; મરઘડાનો (ઋષભ) સ્વર સાંભળી, રાજ્ય, સેનાપતિપદ કે ધન મળે છે.
ભૌમવિદ્યા : ભૂમિ અવાજ સાથે ફાટે કે કંપે તે ઉપરથી કોને કેને કેવી પીડા થાય તે કહેવાની વિદ્યા.
અંતરીક્ષવિદ્યા આકાશના વિવિધ રંગો ઉપરથી શુભાશુભ કહેવાની વિદ્યા. જેમકે, કપિલ રંગનું આકાશ દેખાય તે અનાજનો નાશ થાય છે.
સ્વમવિદ્યા: સ્વમમાં ગાયનથી રુદન પ્રાપ્ત થાય; નર્તનથી વધબંધન પ્રાપ્ત થાય; હાસ્યથી શોક, અને પઠનથી કલહ થાય - એ પ્રમાણે સ્વમ પરથી શુભાશુભ કહેવાની વિદ્યા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org