________________
મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ કર્મોનું પરિણામ માની, વ્યગ્ર કે હર્ષઘેલા થયા વિના સમભાવે સહન કરે છે. ફાટયું તૂટવું કે લૂખુંપાછું જે મળે. તેનાથી પોતાને નિર્વાહ કરતા તે તપસ્વી પુરુષ જીવિતની દરકાર કર્યા વિના, નિર્મોહ તથા નિષ્કુતૂહલી બની, બ્રહ્મચર્યવ્રત પાળતા આત્માની ગષણમાં લીન રહે છે. [૧]
તેઓ વિવિધ વિદ્યાઓથી, વૈદકથી કે રાજા વગેરે ધનિકોની પ્રશંસા-પૂજાથી આજીવિકા મેળવવાનો વિચાર પણ નથી કરતા કે ઐહિક લાભની ઈચ્છાથી પહેલાંના કે નવા પરિચિત ગૃહસ્થને પરિચય નથી વધારતા. જે - તેમને ઉત્તમ ખાનપાન માગ્યા છતાં ન આપે, તેમનો તેઓ ઠેષ પણ નથી કરતા કે જેઓ તેવી સારી વસ્તુઓ આપે તેમના ઉપર અનુકંપા પણ નથી કરતા. કોઈ તેમને ઓસામણ, ધંસ, કાંજી કે એ વાઘો નીરસ આહાર આપે. તો તેઓ તેની નિંદા પણ નથી કરતા કે સારી વસ્તુઓ મેળવવા ઊચાં કુળોમાં પણ ભિક્ષા માટે નથી જતા. તેઓને વનજંગલમાં એકલા વિચરતાં દેવમનુષ્ય કે પશુપંખીના બિહામણા અવાજો સાંભળીને બીક નથી લાગતી; કે લોકમાં ચાલતા અનેક પ્રકારના વાદોથી પોતાના સિદ્ધાંતમાં શંકા નથી ઊપજતી.
૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧, પા. ૮૫. - ૨. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણુ નં. ૨, પા. ૮૬. : ૩. મૂળમાં ઓસામણ (આચામક-અવસ્રાવણ), જવની થેંસ, વાઘરચો આહાર, ખાટી કાંજી (સૌવીર), જવનું પાણી અને નીરસ પિંડ – એટલાં છે. '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org