________________
૧૫
સા ભિક્ષુ મુનિપણું લેવાના આશયથી પુરુષો પાસેથી ધર્મ સમજીને આકાંક્ષા તથા કામાભિલાષ વિનાના કેટલાક સરળ પુરુષો આત્માના કલ્યાણમાં તત્પર થાય છે, અને સર્વ સંબંધને ત્યાગ કરી, રાગરહિત થઈ અજ્ઞાતભાવે ભિક્ષાચર્યા કરતા વિચરે છે.
તે તેજસ્વી, વૈરાગ્યવાન તથા વેદવિત મહાપુરુષો સર્વ પ્રકારની દુષ્પવૃત્તિઓમાંથી પોતાનું રક્ષણ કરતા, ક્યાંય મૂછિત થયા વિના, કાળજીથી, અહિંસક રીતે બધે વિચરે છે; અને ભિક્ષુજીવનમાં આવી પડતાં ટાઢ-તડકે, ડાંસ-મચ્છર, વંદનપૂજન, સ્તુતિ-નિંદા કે વધ-બંધનનાં કષ્ટોને પોતાનાં જ
૧, મૂળમાં “લાઢ’ શબ્દ છે. લાઢનો અર્થ ટીકાકાર સદાચારી હેવાને લીધે પ્રધાન” એ કરે છે. પશ્ચિમ બંગાળના એક દેશના નામ તરીકે પણ આગામામાં તે શબ્દ આવે છે. જુઓ આ માળાનું “આચારધર્મ” પુસ્તક, પા. ૭૬-૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org