SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪: ઈષકાર નગરના દે ભેગા રહીએ; ત્યાર બાદ આપણે બધા સમ્યકત્વયુક્ત રે બની, સંસાર છોડી પરિવ્રાજક થઈશું. [૨૬] પુત્રો : જેને મૃત્યુ સાથે મિત્રતા હોય, અથવા જે પિતાનું મૃત્યુ નથી એમ અવશ્ય જાણતો હોય, તે જ એવો વિચાર કરી શકે કે, “આ હું આવતી કાલે કરીશ.’૩ માટે અમે તો આજે જ ધર્મનો સ્વીકાર કરીશું, કે જેના સ્વીકારથી "ફરી જન્મ લેવો નથી પડતો. અમે નહી ભોગવેલું એવું પણ કાંઈ બાકી નથી કે જેમાં અમારો રાગ રહી જાય; અને તેવું કાંઈક હોય તોપણ, અમારી શ્રદ્ધા અમારા તે રાગને દૂર કરવા સમર્થ છે. [ 30] આમ કહ, તે પુત્રે ચાલતા થયા. એટલે પુરોહિતે ! પિતાની સ્ત્રીને કહ્યું : હે વાસિદ્ધિ ! પુત્રોના ગયા પછી ઘરવાસ કરવો ગ્ય નથી. મારે પણ હવે ભિક્ષુ થવાનો સમય આવી પહોંચ્યા છે. વૃક્ષ જ્યાં સુધી શાખાઓયુક્ત હોય, ત્યાં સુધી જ તેને વાસ્તવિક રીતે વૃક્ષ કહી શકાય. શાખાએ કપાઈ ગયા ૧. મૂળ : ૩ો છે એટલે કે બંને પક્ષ.. ૨ અંતઃકરણ શુદ્ધ થતાં તથા તાત્વિક પક્ષપાતની બાધક રાગદ્વેષની તીવ્રતા મટી જતાં, આત્મામાં સત્યને માટે જાગરૂકતા આવવી, એ સમ્યકત્વ. તેને સમ્યગદર્શન પણ કહે છે. તેનાથી યમાત્રને તાવિક રૂપમાં જાણવાની, હેયને છોડી દેવાની અને ઉપાદેયને ગ્રહણ કરવાની રુચિ ઉત્પન થાય છે, અને એ રૂચિના બળથી ધર્મતત્ત્વમાં નિષ્ઠા પ્રાપ્ત થાય છે. ૩. જાતક ૫૦૯૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005193
Book TitleMahavirswamino Antim Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy