________________
મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ પછી તે તૂઠું જ કહેવાય. પાંખ વિનાનું પંખી, રણમાં લશ્કર વિનાનો રાજા, અને જેનું બધું ડૂબી ગયું છે તેવો વહાણવટી જેવા લાગે, તે જ પુત્રના ગયા પછી હું થઈ ગયો છું. [૨૯-૩૦]
સ્ત્રી : રસથી ઊભરાઈ જતા, તમે એકઠા કરેલા આ કામગુણો તમારે ત્યાં ભરેલા છે. આપણે બંને તેમને ખૂબ ભોગવી લઈએ. ત્યારબાદ આપણે મેક્ષમાર્ગે વળીશું. [૩૧],
પુરોહિત : હે પ્રિયે ! આપણે બધા ભોગે ભેગવી ચૂક્યાં છીએ; હવે આપણી ઉંમર પૂરી થવા આવી છે. હું કાંઈ ઉંમર વધારવા ભોગેનો ત્યાગ કરતો નથી; હું તો લાભ-અલાભ, સુખ અને દુઃખના સ્વરૂપનું નિરીક્ષણ કરતો મુનિપણે વિચરીશ. [૩૨]
સ્ત્રી : ઘરડો હંસ સામે પૂરે જવા પ્રયત્ન કરીને પાછો તણાઈ પોતાને મૂળ ઠેકાણે આવે છે, તેમ તમે અત્યારે પુત્રશોકથી ઉદ્વિગ્ન થઈ, પ્રવજ્યા લેવા જાઓ છો. પણ પાછળથી પ્રવજ્યાનાં દુખેથી કંટાળી ઘરનાં સગાંવહાલાં યાદ કરશે. તેના કરતાં અત્યારે જ મારી સાથે ભેગે ભોગવ. શ્રમણપણું સહેલું નથી. [૩૩]
પુરે હિત : જેવી રીતે ફણધર પિતાની કાંચળી ઉતારી નાખી થઈ જલદી ભાગી જાય છે, તેવી રીતે હે સ્ત્રી, આ યુવાન છોકરાઓએ ભેગે છેડી દીધા છે. તો એકલે પડેલે હું તેમ નહિ કરી શકું?
એમ કહી, તેણે પણ પુત્રેની પાછળ ચાલવા માંડયું.
૧. જાતક ૫૦૯–૧૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org