________________
આ ઉપરથી એટલું તો જરૂર ફલિત થાય છે કે, ઉત્તરાધ્યયન કોઈ એક લેખકની કૃતિ તો “નથી જ. શરૂઆતમાં તે ગ્રંથ ધમ્મપદ, સુત્તનિપાત જેવા પ્રાચીન બૌદ્ધ ગ્રંથ જેવો હશે. તેમાં તે વખતે સૈદ્ધાંતિક બાબતોને સમાવેશ નહિ થતો હોય. પરંતુ પછીના વખતમાં, તે ગ્રંથને શાસ્ત્રનું કે સિદ્ધાંતગ્રંથનું સ્વરૂપ આપવાના ઇરાદાથી તેમાં તેવી બાબતોવાળાં અધ્યયને એક સાથે કે જુદે જુદે સમયે ઉમેરવામાં આવ્યાં હશે. તે અધ્યયનોમાં મળી આવતી કેટલીક વિશિષ્ટતાએ જોતાં તે ન અધ્યયનો એક જ લેખકની કૃતિ હોય એમ માનવાનું મન થાય છે. અને તેમાં આવતા આગમગ્રંથાના ઉલ્લેખો ધ્યાનમાં લઈએ તે એમ પણ કહી શકાય કે, શ્વેતાંબરના આગમગ્રંથને નિશ્ચિત સ્વરૂપ અપાયા બાદ ઘણે વખતે એ ભાગ ઉમેરવામાં આવ્યા હશે.*
કે ચોથા અંગગ્રંથમાં ઉત્તરાધ્યયનનાં ૩૬ અધ્યયનો જણાવવામાં આવ્યાં છે, અને કલ્પસૂત્રમાં ૩૬ અણપૂછવા પ્રશ્નોને ઉલ્લેખ છે; છતાં તે ઉલ્લેખ પોતે જ કયા સમયના છે એ જ આપણે અત્યારે ચોક્કસ કહી શકીએ તેમ નથી. પરંતુ એટલું જરૂર કહી શકીએ કે, ત્રીજા અને ચોથા અંગમાં આવતી ગણતરીઓ આગમ ગ્રંથોના પ્રાચીનતમ ભાગ – કે જેમાં ઉત્તરાધ્યયનને પણ સમાવેશ થાય છે – કરતાં તો અર્વાચીન જ છે. કલ્પસૂત્રે આચારાંગમાંથી જ ઘણે ભાગ ઉતાર્યો છે. એટલે ઉપર જણાવેલા કલ્પસૂત્રના ઉલ્લેખને વસ્તુતાએ પ્રાચીન પરંપરાનો કેટલો ટેકો છે, તે કહી શકાય તેમ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org