________________
હવે, એક વાત તે તરત જ ધ્યાનમાં આવશે કે, માત્ર સૈદ્ધાંતિક મુદ્દાઓ ચર્ચાતાં એ અધ્યયનો ગ્રંથના છેવટના ભાગમાં જ એકત્રિત કરવામાં આવ્યાં છે.
વળી એ પણ એક ધ્યાન ખેંચે તેવી બાબત છે કે, આ છેવટનાં અધ્યયન સિવાયનાં બીજાં તમામ અધ્યયનમાં બીજા આગમ ગ્રંથનો કે તેમના અસ્તિત્વનો કોઈ પણ ઉલ્લેખ મળી આવતો નથી; જ્યારે તે છેવટનાં અધ્યયનમાં આગમોને તેમજ તેમાંય પછીના સમયના કેટલાક ગ્રંથના ઉલલેખો છે.
૧. જો કે તેમનો ક્રમ સળંગ નથી; તેમની વચ્ચે ભિન્ન વિષયવાળાં અધ્યયન વેરાયેલાં પડ્યાં છે. પરંતુ તેવાં અધ્યયનોમાંથી માત્ર ૨૫ મું અધ્યયન જ વસ્તુતાએ પ્રાચીન ગણી શકાય તેમ છે; કારણ કે તેમાં સુત્તનિપાત જેવા જૂના બોદ્ધ ગ્રંથના ફકરાઓ સાથે તન મળતા આવતા થોડા પણ તરત ધ્યાન ખેંચે તેવા ભાગે છે. ૨૭ મું અધ્યયન પણ પ્રાચીન શૈલીનું છે અને તેને ગર્ગ નામના પ્રાચીન ઋષિના નામ સાથે સાંકળવામાં આવ્યું છે. ૩૨ માં અધ્યયનમાં પ્રમાદાનો વિષે સામાન્ય ધાર્મિક ચર્ચા છે; અને ૩૫ માં અધ્યયનમાં ભિક્ષુના જીવન વિષે ઉપલક માહિતી છે. આ ચાર અધ્યયનને બાદ કરતાં, ઉત્તરાધ્યયનનાં ૨૪ થી માંડી અંત સુધીનાં બધાં અધ્યયન માત્ર સૈદ્ધાંતિક ચર્ચાને લગતાં છે.
૨. જુઓ ૨૪,૩ (બાર અંગે વિષે ); ૨૮,૨૧ (અંગો અને અંગબાહ્ય ગ્રંથે વિષે); ૨૮,૨૩ (૧૧ અંગે, પ્રકીર્ણો અને દૃષ્ટિવાદ વિષે); ૩૧,૧૩ અને ૧૬ (સૂત્રકૃતાંગના બે ખંડ વિષે); ૩૧,૧૪ (છઠ્ઠા અંગનાં ૧૯ અધ્યયનો વિષે); ૩૧,૧૭ (દશાશ્રુતસ્કંધ, બૃહકલ્પ અને વ્યવહારસૂત્રનાં ૨૬ અધ્યયને વિષે); ૩૧,૧૮ આચારાંગ (પ્રકલ્પ) નાં ૨૮ અધ્યયનો વિષે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org