________________
એ નવ અધ્યયનોને આપણે એક જ લેખકની કૃતિ માનવાની હિંમત કરી પણ શકી એ; પરંતુ તે સિવાયનાં બાકીનાં અધ્યયનોની બાબતમાં તેમ કરી શકાય તેમ નથી. તેમાંના કેટલાંક ઉપદેશાત્મક અધ્યયન અથવા તેવાં અધ્યયનોમાંના ઘણા ભાગો ધમ્મપદ કે સુત્તનિપાત જેવા જૂના બૌદ્ધ ગ્રંથોમાં પણ આપણે કલ્પી શકીએ. અલબત્ત તે ભાગમાં પણ વચ્ચે વચ્ચે કેટલાક ભાગે કે
કે એવા જરૂર છે કે, જે માત્ર જૈન ગ્રંથોમાં જ મળી આવે. એ બધાં ધાર્મિક સુભાષિતો કે સૂક્તો બ્રાહ્મણ ગ્રંથોમાં પણ બહુ પ્રચલિત હતાં; અને તેમને માત્ર જૈનો કે બૌદ્ધોની જ માલકીનાં ન કહી શકાય. બ્રાહ્મણ સંપ્રદાય પણ એ બધાં સુભાષિતો કે સૂકતોમાંથી ઘણાંખરાનો રચયિતા હોવાનો દાવો જરૂર કરી શકે. એટલે એ પ્રાચીન “શ્રમણ કાવ્ય” કહી શકીએ તેવા ભાગે એક જ લેખકના કે ભગવાન મહાવીરના માનવાને બદલે હિંદુસ્તાનના શ્રમણ સંપ્રદાયમાં અતિ પ્રાચીન સમયથી ચાલતા આવેલા સામાન્ય વારસારૂપ માનવા જોઈએ. હિંદુ શું, બૌદ્ધ શું, કે જન શું, બધા શ્રમણ સાધુઓએ એ અખૂટ ભંડારમાંથી પિતપોતાની માન્યતાઓને અનુકુળ થાય એવા ભાગેને પોતપોતાની રીતે સ્વીકાર્યો છે, તેમાંથી પુષ્ટિ મેળવી છે, તથા પાછો તે ભંડાર પિતાના ફાળાથી વધુ સમૃદ્ધ કર્યો છે.
એ ધામિક ઉપદેશાત્મક ભાગ ઉપરાંત પ્રાચીન દંતકથાઓવાળો એક જુદો હિસ્સો ઉત્તરાધ્યયનમાં છેઃ ૯. નેમિરજાને ગૃહત્યાગ; ૧૨. હરિકેશબેલ; ૧૩. ચિત્ર અને સંભૂત (બે હરિજન ભાઈઓ); ૧૪. ઈષકાર નગરના દેવ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org