SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ શદેના સાચા અર્થ કલ્પના લેકમાન્ય હોય એમ લાગે છે. તથા આપણા કેટલાક ફિલસૂફે પણ, નાગરિકની કેળવણીમાં સમાજશાસ્ત્રનું જ્ઞાન જ સારરૂપ છે, એ ખાસ ભાર મૂક્વા દ્વારા અને પેલી છે આત્મ-શાસનની બીજી બાબત, તેની ઉપર નહીં જે જ ભાર મૂકીને (અથવા ક્યાંક ક્યાંક તે સંપૂર્ણ દુર્લક્ષ જ કરીને) તે કલપનાને પિતાને ટેકે આપવા જેટલે પહોંચી જાય છે. પ્રજાસત્તાક કહેવાતું રાજ્યતંત્ર ઘણી વાર વિકૃત થઈને ભાષણિયાઓનું રાજ્ય કેમ બની જાય છે, તેને કદાચ એ જ ખુલાસો છે. કારણ કે ભાષણિયાની ખૂબી જ એમાં રહેલી હોય છે કે, તે લોકોને એવું મનાવ્યા કરે છે કે, તેઓ પોતે જ પિતા ઉપર રાજ્ય કરે છે. પરંતુ ખરી રીતે તે, “અહીં બધું મળતર જ મળતર છે, ને ખાવાનું હોય તો માત્ર દુઃખ જ છે” એમ ભરમાવીને ભાષણિયે જ પોતાની મરજી મુજબ તેમને હાંકતો હોય છે. પિતા ઉપર પિતે રાજ્ય કરવું એ બહુ મુશ્કેલ વસ્તુ છે. જે સમાજમાં બહુ ઉચ્ચ કેટીની વીરતા હેય, તે સમાજને માટે જ તે શક્ય પણ છે. સ્વરાજને એ અર્થ કરીએ કે, તે સિદ્ધ થતાં આપણાં બધાં સ્વપ્ન સાચાં થઈ જશે, તે તેના જે વિપરીત અને ઘાતક અર્થ બીજે હોઈ શકે નહીં. એની વધારે સાચી વ્યાખ્યા તો ‘વીર લોકેનું, વીર લેકો ઉપર, વીર લોકો માટે ચાલતું રાજ્ય છે. એની “જમણી બાજુ ભડભડાટ બળતે અગ્નિ છે, અને ડાબી બાજુ કાળુ અંધાર પાણી છે.” શક્તિશાળી, વફાદાર અને મહેનતુ લોકો માટે તે રાજ્ય સારામાં સારું છે, પરંતુ નિર્બળ, બંડખેર, ધાડપાડુ, એશઆરામી અને શિથિલ લેકો માટે ખરાબમાં ખરાબ છે. અબ્રાહમ લિંકને સ્વરાજની સુપ્રસિદ્ધ આપેલી વ્યાખ્યામાં એ રીતને સુધાર કરી લેવે મને અતિ આવશ્યક લાગે છે. ૧. “લોકનું, લેકે ઉપર, લોકો માટે ચાલતું રાજ્ય.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005191
Book TitleSarvodayni Jivankala
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1955
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy