SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ટિપ્પણુ પા. ૧૦ ૨૬૩ ઘડવાનું કામ સોંપવામાં આવ્યું. તેમણે ઘડેલો કાર્યક્રમ “સામ્યવાદીઓનું જાહેરનામું” (“કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટ”)એ નામે પ્રસિદ્ધ છે. તે જાહેરનામાના પાયામાં રહેલે મૂળભૂત સિદ્ધાંત આ પ્રમાણે છે: દરેક ઐતિહાસિક યુગમાં માલની ઉત્પત્તિ અને વિનિમયની પ્રચલિત પદ્ધતિ તથા તેને આધારે ઊભી થયેલી સામાજિક વ્યવસ્થાના પાયા ઉપર જ તે યુગને રાજકીય કે આધ્યાત્મિક ઇતિહાસ રચાય છે, અથવા તેના વડે જ સમજી શકાય છે. તેથી કરીને માનવજાતિને સમસ્ત ઇતિહાસ (જ્યારથી જમીનની સહિયારી માલકી ભોગવતો પ્રાચીન સમાજ નાશ પામે ત્યારથી) બે વર્ગો વચ્ચેના ઝઘડાઓને જ ઈતિહાસ છે. એક બાજુ શેષક વર્ગ છે, અને બીજી બાજુ શેષિત વર્ગ છે; એક બાજુ શાસક વર્ગ છે, અને બીજી બાજુ શાસિત વર્ગ છે. આ વર્ગવિગ્રહનો ઇતિહાસ, વિકાસની એક આગળ વધતી જતી કમિક માળા જેવો છે; તેમાં અત્યારે એવી ભૂમિકા આવેલી છે, કે જ્યારે શેષિત તથા શાસિત વર્ગ, શેષક તથા શાસક વર્ગના હાથમાંથી પોતાની મુક્તિ, હંમેશને માટે આખા સમાજને તમામ પ્રકારના શેષણ, જુલમ, વર્ગભેદ અને વર્ગવિગ્રહમાંથી છોડવીને જ સાધી શકે. જાહેરનામામાં મૂડીદાર વર્ગની ઉત્પત્તિ તથા ઈતિહાસનું વિગતવાર નિરૂપણ કરવામાં આવ્યું છે. સાથે સાથે માલ પેદા કરવા માટે જોઈતાં સાધનો ઉપર કોઈ પણ માલકી વિનાના, તથા મૂડીદાર વર્ગે આપેલી રેજી ઉપર જ જીવનાર મજૂરવર્ગની ઉત્પત્તિ તથા સ્થિતિને કરુણ ઈતિહાસ આપવામાં આવ્યો છે. મૂડીદાર તથા મજૂરવર્ગનાં હિતો આ ચંદ્યોગી અર્થવ્યવસ્થા હેઠળ કેવાં એકબીજાથી છેક જ વિધી બનતાં જાય છે તે બતાવી, તેમાં જણાવવામાં આવ્યું છે કે, છેવટે મજૂરવર્ગ સંગઠિત થતો થતો બધી રાજ્યસત્તા અને અત્પાદનનાં સાધનોની બધી માલકી પોતાના હાથમાં લઈ લેશે, ત્યારે જ તેના દુ:ખનો અંત આવવાનો છે. આ પ્રમાણે આખી વસ્તુસ્થિતિ અને તેના ઈતિહાસનું નિરૂપણ કરી, તે પ્રમાણે તાત્કાલિક અમલમાં મૂકવાને કાર્યક્રમ પણ તે જાહેરનામામાં રજૂ કરવામાં આવ્યું છે. તેને અને કેવું ભવિષ્ય આવશે, કેવી સમાજવ્યવસ્થા સ્થપાશે, તેની રૂપરેખા પણ તે જાહેરનામામાં છે. “આમ જ્યારે વર્ગો વચ્ચેના ભેદો ટળી જશે, અને ધનની ઉત્પત્તિ સંપૂર્ણપણે પ્રજાને હસ્તક આવી જશે, ત્યારે રાજ્યસત્તામાંથી રાજકીયપણું ની કળી જશે. કારણ કે, રાજ્યસત્તા એ તો, વસ્તુતાએ, એક વર્ગે બીજા વગર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005191
Book TitleSarvodayni Jivankala
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1955
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy