________________
રકર .
સર્વોદયની જીવનકળા તંત્રીપણું હાથમાં આવતાં, તે વખતે પ્રાંતિક ધારાસભામાં અમુક આર્થિક બાબતો વિષે ચાલતી ચર્ચા વિષે તેને લખવાનું આવ્યું. તેને કારણે તેણે અર્થશાસ્ત્રને અભ્યાસ શરૂ કર્યો. પોતે જે બાબતમાં પડે, તેને પૂરેપૂરો તલસ્પર્શી અભ્યાસ કર્યા વિના તેને ચેન પડે જ નહિ; એટલે તેણે વર્તમાનપત્રના કામમાંથી છૂટી મેળવી. ઈ. સ. ૧૮૪૩ અને ૧૮૪૪ના બે વર્ષના પિતાના ગાઢ અભ્યાસ બાદ, ૨૫-૨૬ વર્ષની ઉમરે તે કટ્ટર સમાજવાદી થઈને બહાર પડ્યો.
ઈ. સ. ૧૮૪૩ના ઉનાળામાં તે એક ઊંચો સરકારી હેદો ભેગવતા અમલદારની પુત્રી વેરે પર. માકર્સના કટીભર્યા અસ્થિર દીર્ધ જીવન દરમ્યાન તે તેને સૌથી વધુ વફાદાર સાથી તરીકે તેને વળગી રહી, અને માકર્સના મૃત્યુ પહેલાં પંદર માસે મરી ગઈ.
ઈ. સ. ૧૮૪૩ના ઓકટોબરમાં પિતાની નવેઢા પત્નીને લઈ, માકર્સ પારીસ ગયે. ત્યાં તેને કાંક-જર્મન-ઇયરબૂકનું તંત્રીપદ સંભાળવાનું હતું. તે કામને અંગે, તેમાં પ્રગટ થયેલા એક લેખ દ્વારા માકર્સને કેડરીક ઍજલ્સ (૧૮૨૦-૧૮૯૫) સાથે મિત્રતા થઈ. તે લેખમાં ગુંજશે પ્રચલિત આર્થિક વ્યવસ્થાને ન્યાયની દૃષ્ટિએ વિરોધ કર્યો હતો. આ બે જણની કાયમી મિત્રતાની શરૂઆત આ રીતે થઈ. અહીં જ નોંધતા જઈએ કે, ખરા કટોકટીના સમયે દરમ્યાન ઍજલ્સની આર્થિક મદદ માકર્સને ન મળ્યા કરી હત, તે માકર્સ પિતાનું અભ્યાસી જીવન ચાલુ રાખી શક્યો નહોત; તથા તેના અવ્યવહારુ, અસહાય, અને તેમ છતાં ઉદ્દામ અણનમ સ્વભાવને લીધે તે દેશવટામાં જ નાશ પામ્યો હત.
પરંતુ એ ઇયર-બૂકનું કામ પણ લાંબું ન ચાલ્યું. પછી ઘણા સમય માકર્સે ઈગ્લેંડ તથા ક્રાંસનું અર્થતંત્ર, સમાજવાદ, અને ઈતિહાસના અભ્યાસમાં ગાળ્યો. ઈ. સ. ૧૮૪૫માં પ્રશિયન સરકારની ભભેરણીથી તેને પારીસમાંથી હાંકી કાઢવામાં આવ્યું, અને તે બ્રસેલ્સમાં આવીને રહ્યો. ત્યાં તેણે પિતાને સમય, એંજસે પૂરાં પાડેલાં અર્થશાસ્ત્ર ઉપરનાં પુસ્તકોના ઊંડા અભ્યાસમાં ગાળ્યો.
- ઈ. સ. ૧૮૩૬થી બહારદેશ રહેતા જર્મન કામદારોએ સ્થાપેલા એક સંધે પિતાના પારીસ અને બ્રસેલ્સના સભાસદે દ્વારા આ સમર્થ અભ્યાસીની કીર્તિ સાંભળીને તેને વિષે માહિતી મેળવવી શરૂ કરી. એ સંઘ પછીથી સામ્યવાદીઓને સંધમાં ફેરવાઈ ગયો અને તેણે પિતાની પ્રથમ મહાસભા ૧૮૪૭ના ઉનાળામાં લંડન મુકામે ભરી. તેમાં એજલ્સ હાજર રહ્યો હતો. ૧૮૪૭ને ડિસેંબરની બીજી બેઠકમાં માકર્સ પણ આવ્યો. તેને તથા ઍજલ્સને એક નવો કાર્યક્રમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org