________________
ર૫ર
સર્વોદયની જીવનકળા પ્રદેશમાં આપણે માર્ગ શોધતા કરી મૂકે છે. એ ખેંચાતા પ્રગતિમાન સમાજના પ્રેરકબળ-રૂપ છે. કેન્દ્ર કહે છે, “માણસ તે આરામ અને મેજમાં પડી રહેવા ઈચ્છે છે; પરંતુ તેને શા માટે સર્જવામાં આવ્યું છે એ વસ્તુ કુદરત તેના કરતાં વધુ જાણતી હેવાથી, તેને પરિશ્રમ અને દુખપૂર્ણ લેશો જ આપ્યા કરે છે, જેથી એ દુઃખમાંથી પિતાને ઉદ્ધાર કરવાને તે પ્રયત્ન કરે.”
એ ઉચ્ચ વિચાર તથા ઊંડી દૃષ્ટિની સાથે આ વ્યાખ્યાને ઉચિત રીતે પૂરાં થઈ શકે. એ આપણને વિશ્વની આપણી નાગરિકતાની વિશાળ અફાટ ભૂમિકા સૂચવે છે, કે જેની અંદર આપણે જોયેલા મુદ્દા સમાય છે, અને જેની બહાર એ કાંઈ સમજાતા નથી. કેન્દ્રના એ સિદ્ધાંતને એથી આગળ વિસ્તાર એ આ વ્યાખ્યાનોની મર્યાદા બહાર જવા જેવું થાય. પરંતુ તે સિદ્ધાંતની દૃષ્ટિએ, અત્યાર સુધી આપણે તારવેલા નિર્ણયે ટૂંકમાં તપાસી જઈએ.
માનવબંધુતા એટલે બધાએ મળીને સહિયારું સુખ ભેગવવું, એ અર્થ વારંવાર કરવામાં આવે છે. અલબત્ત, તેને એ અર્થ પણ થાય; પરંતુ માત્ર એટલો જ નહીં. માણસ, વર્ગો, અને પ્રજાએ લાભની પેઠે નુકસાનમાં પણ ભાગ ઉઠાવવા, તથા સુખની પેઠે દુઃખમાં પણ સાથી થવા અત્યાર કરતાં વધારે પ્રમાણમાં તત્પરતા ન દેખાડે, તે માનવબંધુતા કે સામાજિક એકતા સિદ્ધ થવી શક્ય નથી. તેથી કરીને નાગરિકતાની કેળવણીએ ખાસ લક્ષમાં રાખવા જેવા ગુણ તરીકે સામાનિ વીરતાના મુખ ઉપર મેં આ વ્યાખ્યાનોમાં ખૂબ જ ભાર મૂક્યો છે.
સામુદાયિક – સર્વસાધારણ સંકલ્પશક્તિ એ હકીકત છે, એમ કહેનારા ફિલસૂફે સાથે હું સંમત છું. પણ જ્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org