________________
૨૪૬
સર્વોદયની જીવનકળા સેવાનું કેઈ એવું સહિયારું ક્ષેત્ર બંને પ્રેમીઓ વચ્ચે તેવું જોઈ એ, કે જેમાં તે બંને એકસાથે લાગી શકે. તેમની ઉપર અને તેમનાથી પર એવું એ ત્રીજું કાંઈક જોઈએ, કે જેને સાથે મળીને અનુસરવામાં તેમને એકબીજા પ્રત્યેનો રસ તથા એકબીજા પ્રત્યેની ભક્તિ કાયમ રહે તથા પુષ્ટ થાય. દંપતીના દાખલામાં એ “ત્રીનું ” તેમના સંબંધથી ઉત્પન્ન થયેલાં બાળક હોઈ શકે; મિત્રોના દાખલામાં એ “ત્રીજું કાઈક” બંનેનું સહિયારું કઈ પ્રજન હોઈ શકે, કે જેને તે બંને સિદ્ધ કરવા માગતા હોય; સમગ્ર નાગરિકના દાખલામાં એ ત્રીજું કાંઈક” તેઓ જે શહેર કે રાષ્ટ્રમાં રહેતા હોય તે અથવા તે માનવજાતિને સંઘ જ હેઈ શકે. તે બધા ઉપરાંત કેટલાક એવા ઉચ્ચ હેતુઓ પણ છે કે જેમને અર્થ ધર્મ• ભાવના જ આપણને આપી શકે, પરંતુ તેમને અભાવે સમાજનો સંગ્રહ કરનાર બળ તરીકે પ્રેમ ટકશે જ એ વિષે કશી ખાતરી ન સંભવી શકે. દરેક દાખલામાં, પ્રેમીઓના સંકલ્પ એકત્રિત કરનારું એ “ત્રીજુ” જ કાયમી સંબંધો બાંધે છે; અને અકસ્માતના અચકાઓમાંથી કે કાળના કાટમાંથી તેમનું રક્ષણ કરે છે. એવા ત્રીજા કેઈ હેતુ વિનાને પ્રેમસંબંધ – બે માનવપ્રાણુઓની એકબીજા પ્રત્યેની કામના – તો એવી અસ્થિર વસ્તુ છે કે, તેના કાયમીપણું વિષે કશી જ ખાતરી રાખી ન શકાય. તેની પાછળ સહકારનું તત્ત્વ ન હોય, તો તે પવનના સહેજ ફેંકારાથી પણ બુઝાઈ જાય તેવી
તરૂપ જ રહે. ખ્રિસ્તી ધર્મની અસર હેઠળ ઊછરેલા ઘણા એવું માને છે કે, પ્રેમ એ સામાજિક કલ્યાણની ચાવીરૂપ છે; તેઓએ આ વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે.
હૈ. રૉઇસ, કે જેમનાં લખાણમાંથી મેં બીજા સંબંધમાં આગળ ઉતારા ટાંક્યા છે, તે આ વસ્તુ ઉપર બહુ ભાર મૂકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org