________________
ર૩૮
સર્વોદયની જીવનકળા નહીં કે જેથી બધા તાર જ તૂટી જાય–તે જ બીજા તાર સાથે તેમને વણીને કપડું બનાવી શકાય.
ભક્ત હૃદયોએ વિશ્વના ધારક પરમ તત્વને સંબોધીને ગાયું છે કે, “સાળ ઉપર કપડાની ભાત વણે, તેમ તું યુગેને વણે છે.” એ શબ્દ આપણને યાદ કરાવે છે કે, આ વિશ્વના તાણાવાણામાં પણ આપણે ખેંચતાણની એક એવી યોજના સાથે કામ લેવાનું છે કે, જેના જુદા જુદા અંશો વચ્ચેના વિરોધો – ખેંચાતાણે – અંતે આખી રચનામાં સુફળ નિપજાવનારા સહકારરૂપે જ પરિણત થતા હોય છે. તેને કઈ તાંતણે ઢીલે કે નિરુપયેગી નથી, અને ખેંચતાણનું જે બળ તેમને તેડી નાખનારું દેખાય છે, તેના વડે જ તેઓ સજીવ અર્થાત્ કાર્યકર રહે છે તેવા સજીવ તંત્રમાંથી ખેંચાણ દૂર કરવું, અથવા તેને તુટી જાય તેટલી હદે લઈ જવું, એ બને કિયાઓની અસર સરખી જ થાય છે. આખી રચના ભાગી પડે છે. કારણ કે એ ખેંચાણ એ જ તેને આધારસ્તંભ છે.
આપણા જીવનવ્યાપારમાં આપણી ચેતનાને પણ એક પ્રકારની ખેંચાતાણુ કહીને વર્ણવી શકાય. કારણ કે, એક યા બીજા જે કોઈ લક્ષ ઉપર તે કેન્દ્રિત થઈ હોય છે, તેમાંથી તેને છુટી પાડવા યા ખસેડવા માટે વિરોધી ખેંચાણ સતત ચાલતું જ હોય છે. એક તરફ આપણે જે વસ્તુ કરવા લાગ્યા હઈએ છીએ તે કરવાની અર્થાત્ આપણું પ્રયોજન સિદ્ધ કરવાની વૃત્તિ અથવા ઇચ્છાથી આપણે ખેંચાતા હોઈએ છીએ, પરંતુ તે દરમ્યાન બધે જ વખત વિરોધી બળને આ સમુદાય આપણને તેનાથી દુર ખેંચતો હોય છે. જેમ કે, આપણે જે કાંઈ કરતા હોઈ એ તે તરફ બીજા લોકોની બેદરકારીને જ મહાભાર; આપણા માર્ગમાં આડે આવતા
Jain Education International
Tona!
For Private & Personal Use Only
www.jainelibrary.org