________________
૩૭
સામાજિક ખેંચાતા ભવિષ્યના નાગરિકના ઘડતરમાં ભારે લાભદાયક નીવડવાને સરજાયેલી છે, એવું મને લાગે છે. તે ચળવળ છોકરાઓ ઉપરાંત છોકરીઓમાં પણ દાખલ કરવામાં આવી છે, એ વસ્તુ તે ચળવળનું જેમ તેમ જ તેના સિદ્ધાંતની સંગીનતા સિદ્ધ કરે છે. તેની અસર કેળવણી સુધારની દિશામાં ક્યારનીય પડવા લાગી છે.
૧૮ સામાજિક ખેંચતાણ ખેંચાતાણ” શબ્દથી બે છેડે જુદી દિશામાં ખેંચાતા દેરડાની આકૃતિ કલ્પનામાં ખડી થાય છે; જેમ જેમ તે ખેંચાણ વધે છે, તેમ તેમ તે દેરડું તૂટવાની અણી ઉપર આવતું જાય છે. તે શબ્દથી બીજી જે વસ્તુ સૂચિત થાય છે, તે શાળ ઉપરના કાપડની. જ્યાં સુધી સૂતરના તારને જોરથી ખેંચાયેલા ન રાખવામાં આવે – પરંતુ એટલા જોરથી નહીં કે તે તુટી જાય – ત્યાં સુધી કપડું વણી જ ન શકાય. કપડું એ ખેંચાણનું જ પરિણામ છે એમ કોઈ કહે, તે પણ ખોટું નથી. વણતી વખતે ખેંચાણ કાયમ રાખવામાં આવ્યું ન હત, તે કપડું વણાયું જ ન હોત.
“ખેંચાતાણ” શબ્દ જ્યારે માનવજીવનને લગાડવામાં આવે છે, ત્યારે તે એક રૂપકની રીતે જ લગાડાય છે. ઉપર જણાવેલા તાંતણાના ખેંચાણથી નીપજતા કપડાનું રૂપક સામાજિક જીવનનું અને સામાન્ય રીતે મનુષ્યજીવનનું સ્વરૂપ સમજવામાં કીમતી ઉદાહરણરૂપ થઈ પડે તેમ છેઃ બે વિરુદ્ધ દિશાઓમાં એકી સાથે ખેંચાયેલા રહે છતાં એટલા જોરથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org