________________
૨૩૦
સર્વોદયની જીવનકળા આપણે એક પગલું આગળ જઈએ. એ સહકાર કે બધાની એકસ પી જે તરત અદશ્ય થવા માટે જ દેખા દેતી હોય, કે કાયમ રહેવાની તેમ જ વિકાસ પામવાની ખાતરી વિનાની હોય, તો તેનાથી કોઈને સંતોષ નહીં થાય. એ વસ્તુ લગ્ન જેવા નાના પ્રમાણના સહકારને તેમ જ રાષ્ટ્રસંઘ જેવા મોટા પ્રમાણના સહકારને પણ સરખી લાગુ પડે છે. અસ્વાભાવિક સંબંધોમાંથી કે ખોટી રીતે કપેલા સહકારમાંથી કેટલાં બધાં તીણ વેરઝેર ઉત્પન્ન થાય છે? અને એ જાતનાં વેરઝેર સૌથી વધુ તીવ્ર હોય છે, એ પણ બધા જ કબૂલ કરશે. એક જાતને પ્રેમ એ હોય છે કે જે તરત જ તીવ્ર ધિક્કારમાં પલટાઈ જાય છે; એક જાતને સંબંધ એવો હોય
છે કે જેને પરિણામે ભેદભાવ અને વિગ્રહ જ નજીક આવીને ઊભું રહે છે.
સમાજવિદ્યાના અભ્યાસીએ આ બે જાતના સંબંધ અથવા સહકાર વચ્ચે ભેદ પાડતાં શીખવું જોઈએ. તેણે પિતાની જાતને પૂછવું જોઈએ કે, આ બાબતોમાં કાયમીપણું શાથી આવે છે, અને જલદી વિનાશનું કારણ શું હોય છે? તેને તપાસ કરતાં જણાશે કે, સ્પષ્ટ નિર્દેશ કરેલી ઉચ્ચ બાબતને સમજપૂર્વક વરેલાં વિશ્વવિદ્યાલય અને ધાર્મિક સંઘે જેવા સહકારે જ સૌથી વધુ કાયમ રહે છે. પરંતુ જે સહકારે વાસનાતૃપ્તિ કે ધનપ્રાપ્તિ જેવા હીન હેતુસર જાયા હોય છે, તે તરત પડી ભાગે છે.
અલબત્ત, પ્રેમ કરીને પ્રેમ ગુમાવ એ, કદી પ્રેમ ન કરવા કરતાં સારું છે. પરંતુ એને અર્થ કોઈ એવો તે નહીં જ કરે છે, જે દંપતીનાં લગ્નનો અંત છટાછેડાની અદાલતમાં આવે છે, તેઓને તે લગ્નથી ફાયદો જ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org