________________
સહકાર
૨૨૯ સહકાર એટલે માણસની સંક૯પશક્તિના વિવિધ પ્રવાહને એકત્રિત કરી, એક પ્રવાહરૂપે એક સામાન્ય ધ્યેય તરફ વહેતા કરવા તે. આ કહેતાંની સાથે આપણાં મનઃચક્ષુ સમક્ષ બે ચિત્ર ખડાં થાય છે. એક તરફ આપણે એવી દુનિયા જોઈએ છીએ કે જેમાં માણસની વિવિધ સંકલ્પશક્તિઓ વિરોધી પ્રયજન પાછળ પડીને કે એકબીજાને વિઘાતક નીવડીને મોટે ભાગે વ્યર્થ ખરચાઈ જાય છે. આજની પ્રત્યક્ષ દુનિયામાં એ જાતનું નૈતિક દેવાળું આપણે ચારેબાજુ વિસ્તરેલું જોઈ શકીએ છીએ. બીજી બાજુ આપણી કલ્પનામાં તેથી ઊલટી એવી. દુનિયા ખડી થાય છે કે જેમાં બધા માણસોની સંકલ્પશક્તિા એકત્રિત થઈ, એક જ સામાન્ય ધ્યેયને સિદ્ધ કરવા તરફ વિજયી કૂચ કરતી હોય છે જેથી પરિણામે જરા પણ શક્તિ નિરર્થક નથી જતી. એ જાતની સહકારી દુનિયા સર્જાવાનાં હજુ તે આપણે સ્વને સેવાએ છીએ.
આ બીજા ચિત્રને વ્યક્તિવાદી કે સમાજવાદી, ધર્મસુધારક કે વ્યવહારસુધારક એમ બધા જ પિતાના તાત્કાલિક પ્રયજન તરીકે કે કદાચ અંતિમ પ્રયજન તરીકે પણ સ્વીકારશે. અલબત્ત, “બધાનું સામાન્ય ધ્યેય શું હોવું જોઈએ એ નકકી કરવામાં તેઓ જરૂર જુદા પડવાના; પરંતુ તેઓ એટલું તો કબૂલ રાખશે કે, તે ધ્યેય વધામહીને સિદ્ધ કરવું જોઈએ. અર્થાત્ “સહકાર” એ બધા સામાજિક આદર્શવાદની સામાન્ય ભૂમિકારૂપ શબ્દ છે. “સંસ્કૃતિની એક્તા” કે “માનવબંધુત્વ” વગેરે શબ્દો વડે આપણે બીજું શું કહેવા માગીએ છીએ? રાષ્ટ્રસંઘ પણ બીજું શું સિદ્ધ કરવા ઈચ્છે છે? કામદાર સંઘે કે ઉદ્યોગધંધાના સશે, કે જુદા જુદા ખ્રિસ્તી સંપ્રદાય વચ્ચે એકતા સ્થાપવા ઈચ્છનારા પણ બીજું શું ઈરછે છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org